Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

કમલનાથની ઉંઘ હરામ : માયાવતીની ગેરસમજ દૂર કરીશુઃ મતભેદ નથી

ભોપાલ, તા. ૧ :  બસપા સુપ્રિમો માયાવતીના ટવીટના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. માયાવતીએ ટવીટ કરીને ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી છે. આ બાબતે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે કહ્યું કે જો કોઇ ગલતફેમી હશે તો અમે સાથે બેસીને તેને દૂર કરશું. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી. મુખ્ય પ્રધાન કમલનાથે ઓફીશ્યલ બયાનમાં કહ્યું કે બસપા અને અમારૃં એક જ લક્ષ્ય છે ભાજપાની વિદાય.

માયાવતીએ ટવીટમાં કોંગ્રેસ સરકારને ચેતવણી આપી હતી. તેમણે કોંગ્રેસ પર સરકારી મશીનરીનો દુરૂપયોગ કરવાનો આક્ષેપ મુકીને કહ્યું કે કોંગ્રેસ પણ ભાજપાથી કમ નથી. મધ્યપ્રદેશની ગુના બેઠક પર બીએસપી ઉમેદવારને કોંગ્રેસે ડરાવી ધમકાવીને જબરદસ્તી બેસાડી દીધા છે. પણ, બીએસપી પોતાના નિશાન પર જ ચૂંટણી લડીને તેનો જવાબ આપશે. માયાવતીએ એમ પણ કહ્યું કે હવે કોંગ્રેસ સરકારને ટેકો આપવા બાબતે તે પુનર્વિચાર કરશે.

(1:05 pm IST)