Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

CJI યૌન ઉત્પીડન : મહિલાએ હવે જજોની સમિતિ પર સવાલ ઉભા કર્યા

મહિલાએ સમિતિ પર યૌન ઉત્પીડન અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મુકયો આરોપ

નવી દિલ્હી તા. ૧ : ચીફ જસ્ટિસ ઇન્ડિયા રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડન નો આરોપ લગાવતી મહિલાએ આ મામલાની સુનાવણી કરી રહેલી જજોની સમિતિ પર સવાલ ઉભા કર્યા છે. મહિલાએ સમિતિ પર યૌન ઉત્પીડન અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. સાથે જ મહિલાએ હવે સમિતિની સામે રજૂ નહીં થવાનો નિર્ણય કર્યો છે.

મહિલાનો આરોપ છે કે સમિતિ દ્વારા મને વારંવાર પૂછવામાં આવ્યું કે યૌન ઉત્પીડનની ફરિયાદ મેં મોડી કેમ કરી. મહિલાએ કહ્યું કે ત્રણ જજોની સમિતિ દ્વારા પુછપરછમાં ગભરાઈ હતી. ત્યાં અજીબ માહોલ હતો. મારા વકીલ પણ સાથે નહોતા. મહિલાનો આરોપ છે કે કોર્ટમાંથી નીકળ્યા બાદ ચાર બાઈક સવારોએ તેનો પીછો કર્યો હતો. આ ઉપરાંત મહિલાએ કહ્યું કે તેને ૨૬ અને ૨૯ એપ્રિલે નોંધાવેલા નિવેદનોની પ્રતિ પણ આપવામાં આવો નથી.

આ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ઘ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે ગઠિત ત્રણ જજોની આંતરિક તપાસ સમિતિને જસ્ટિસ એનવી રમણે ખુદને અલગ કરી લીધી હતી. જોકે આરોપ લગાવતી મહિલા કર્મચારીએ આ સમિતિમાં જસ્ટિસ એનવી રમણને સામેલ કરવા પર મનાઈ કરી હતી. મહિલાનું કહેવું હતું કે જસ્ટિસ રમણ પ્રધાન જસ્ટિસ ગોગોઈના નજીકના દોસ્ત છે અને ઘર પર તેનું આવવા જવાનું રહે છે.

(1:05 pm IST)