Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અંતિમ સંસ્કાર વખતે સગા ભાઈ- બહેનને ચિતામાં ધકેલી દીધા

જમીન વિવાદનું વેર વાળવા અરેરાટી પૂર્ણ કૃત્ય : આરોપીને જન્મટીપ

મુંબઈ : સોલાપુરમાં અક્કલકોટ ખાતે સ્મશાનભૂમિમાં એક મૃત સંબંધીના અંતિમ સંસ્કાર થતા હતા ત્યારે ચિતા સામે ઉભેલા સગા ભાઈ સહિત બે જણને હેતુપૂર્વક કેરોસીન છાંટીને સળગાવી દઈને હત્યા કરવા બદલ ૬૦ વર્ષના વૃદ્ધ મલ્લિકાજુન બાળશંકરને સોલાપુર સેશન્સ કોર્ટે દોષિત ગણીને જન્મટીપની સજા અને રૂ.૩૫ હજારના દંડની સજા સંભળાવી છે.

અક્કલકોટના હન્નુર ગામમાં ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ નાગરાબાઈ સોનવણે નામની મહિલાનું અવસાન થયુ હતું. તેના અંતિમ સંસ્કારમાં સગા સંબંધી અને ગામવાસીઓ એકત્ર થયા હતા. અંતિમ વિધિ ચાલતી હતી ત્યારે આરોપી ચિતા પાસે આવ્યો અને સામેની બાજુ કેટલાક જણ ઉભા હતા ત્યારે તેણે સળગાવી ચિતા પર કેરોસીનનો ડબ્બો જોરથી રેડ્યો હતો. આથી સામેની બાજુ ઉભેલા તેના સગા ભાઈ વિશ્વનાથ બાળશંકર સહિત અન્ય એક વ્યકિતના શરીર પર કેરોસીન ઉડ્યુ હતું અને તેમના સહિત અન્ય કેટલીક વ્યકિત ગંભીર દાઝી ગઈ હતી. વિશ્વનાથ અને સોમનાથ બનસોડે મોતને ભેટ્યા હતા.

(1:04 pm IST)