Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

૮ વર્ષના બાળકે દોઢ વર્ષના બાળકની નાળામાં ડુબાડીને હત્યા કરી

નવી દિલ્હી તા.૧: દક્ષિણ દિલ્હીના ફતેહપુરી બેરી થાણામાં આઠ વર્ષના એક બાળક પર આરોપ છે કે તેણે પાડોશમાં રહેતા દોઢ વર્ષના બાળકને તેના ઘરેથી ઉઠાવીને હત્યા કરી નાખી. દોઢ વર્ષના બાળકનું શબ નાળા પાસેથી મળી આવ્યુું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ હત્યાનું કારણ હેરાન કરી નાખે એવું છે. આરોપી બાળકનું કહેવું છે કે જે બાળકની તેણે હત્યા કરી તેની મોટી બહેને એક દિવસ તેના નાના ભાઇને કોઇ વાતે થપ્પડ મારી હતી અને તેનો ભાઇ જમીન પર પડી ગયો હતો. પોતાના ભાઇને માર મારનાર છોકરીને સબક શિખવવા તેણે તેના ભાઇને ઉઠાવી લીધો હતો. ૨૭ એપ્રિલે બપોરે બધા સૂઇ ગયા હતા ત્યારે તેણે દોઢ વર્ષના બાળકને ઉઠાવી લીધું હતું. અને નજીકમાં આવેલા નાળામાં ફેંકી દીધું હતું. બાળક છટપટાહટ કરી રહ્યું હતું એટલે તેણે ઇંટ અને પથ્થરથી તેને માર્યું અને પછી ત્યાં જફેંકીને જતો રહ્યો. હાલમાં ૮ વર્ષના આરોપી બાળકને જુવેનાઇલ ગૃહમાં  દાખલ કરવામાં આવ્યો છે.

(1:03 pm IST)