Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા આંકડા શંકાસ્પદ?

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં મતદાનના આંકડાઓમાં ફેરફારઃ પંચે જાહેર કરેલા આંકડા અને પંચની એપના આંકડાઓ અલગ-અલગ

નવી દિલ્હી તા.૧: અપૂર્વ ભારદ્વાજ નામના ડેટા એનાલીસિસમાં જાહેર ગણાતા વ્યકિતએ ચોંકાવનારી વાત જાહેર કરી છે. તેેમણે જણાવ્યું કે, આ વખતે ચૂંટણી પંચે એક એપ બનાવી છે જેનું નામ છે ''વોટર ટર્નઆઉટ એપ'' આ એપની મદદથી મતદાન દરમ્યાન રીયલ ટાઇમમાં એ જાણી શકાય છે કે મતદારોની સંખ્યા કેટલી હતી, કયા તબક્કામાં કયાં કેટલા ટકા મતદાન થયું. આ એપ દ્વારા જ તેમને ખબર પડી કે ચૂંટણી પંચે મતદાનની સાંજે બહાર પાડેલા મતદાનના આંકડાઓ અને કાલે બપોરે બહાર પાડેલા આંકડાઓમાં બહુ ફેરફાર થઇ ગયો છે જેના આધારે એવું લાગી રહ્યું છ ેકે કંઇક મોટું થવાનું છે. આ બધુ જયારે મે ક્રોસ ચેક કર્યું તો આ વાત બિલકુલ સાચી હતી, ખુદ ચૂંટણી પંચની વેબસાઇટ પર દેખાતા આંકડાઓ દ્વારા આ વાત સાચી ઠરે છે.

૨૯ એપ્રિલે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં નવ રાજ્યોની ૭૨ બેઠકો પર મતદાન થયું હતું અને રાત્રે ૯.૩૯ વાગ્યા સુધી ૬૩.૧૬ ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે મતદાન નીચે પ્રમાણે દેખાડાયું હતું.

બિહાર :

૫૮.૦૨ %

જમ્મુ કાશ્મીરઃ

૯.૭૯ %

મધ્યપ્રદેશ :

૬૯.૩૯ %

મહારાષ્ટ્રઃ

૫૫.૮૬%

ઓરિસ્સાઃ

૬૪.૨૪%

રાજસ્થાનઃ

૬૭.૯૧%

ઉત્તર પ્રદેશઃ

૫૮.૮૪%

પશ્ચિમ બંગાળઃ

૭૬.૭૨%

ઝારખંડઃ

૬૪.૩૮%

પણ ગઇકાલે જયારે ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ પર ડેટા અપડેટ થયા તો ર રાજ્યોમાં તસ્વીરો સાવ બદલાઇ ગઇ હતી. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ આ બેેય રાજ્યોમાં મતદાનની ટકાવારી અચાનક લગભગ  ૭ થી ૮ ટકા વધી ગઇ. હવે ઓરિસ્સામાં તે ૬૪.૨૪ ટકાથી વધીને સીધી ૭૨.૮૯ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭૬.૭૨ ટકાથી વધીને ૮૨.૭૭ ટકા થઇ ગઇ.

બાકી રાજ્યોમાં થોડી વધઘટ થઇ હતી જેમ કે મહારાષ્ટ્રમાં પપ.૮૬ થી વધીને ૫૬.૬૧ % અને રાજસ્થાનમાં ૬૭.૯૧ ટકાથી વધીનેે ૬૮.૧૬ ટકા થઇ છે.

પણ આ બે રાજ્યોમાં ભાજપાની સ્થિતિ સોૈથી નબળી છે અને તેણે પોતાની વધુ તાકાત આ બે રાજ્યોમાં જ લગાવેલી છે. આ બે રાજ્યોમાં જ મતદાનના આંકડાઓમાં આવો મોટો ફેરફાર કેવી રીતે થઇ ગયો એ વાત ચોંકાવનારી  છે.

અપૂર્વ ભારદ્વાજ આ બાબતને વિસ્તારપૂર્વક સમજાવતા જણાવે છે કે, ''ડાટા વિશ્લેષણમં ડાટા કિલનીંગ એક ટર્મ હોય છે. બધા વિશ્ લેષકો જાણે છે. ડાટામાં અમુક ખામી હોય છે. કો રીલેશન મેટ્રીકસ અને સ્ટાન્ડર્ડ ડેવીએશનની થીયરીને જાણનારા આનું મહત્વ સમજે છે. ચૂંટણીમાં ટકાવારીમાં ભૂલ તેની સટીકતા ઉપર આધાર રાખે છે. કેટલાક કિસ્સામાં, એ એટલું મુશ્કેલીભર્યું છે ક ૩ ટકા અથવા તેનાથી વધારે ભૂલ સ્વીકાર્ય થઇ શકે. કેટલાક કિસ્સામાં ૧ ટકાની ભુલ પણ બહુ મોટી ગણાય છે. પણ મોટાભાગના ડેટા વિશ્લેષકો ૩ ટકાની ત્રુટી સ્વીકાર્ય ગણે છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ત્રિકોણીય અને ચતુષ્કોણીય લડાઇ છે, જો ત્યાં ૬-૮ ટકાના મત ભાજપા તરફ સ્વીંગ થાય તો પરિણામો ચોંકાવનાર આવી શકે છે. મારા માટે હવે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની ચૂંટણી વધારે દિલચશ્પ બની ગઇ છે. કદાચ આ ચૂંટણીની મૂળ વાર્તા અહીંથી જ બનવાની છે.'

(1:02 pm IST)