Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ચંડીગઢ : રેલવે ટ્રેક પર સેલ્ફી લેવાના ચક્કરમાં ટ્રેનની ટક્કર વાગી : ત્રણેય યુવકોના મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે તેમના શરીરના ભાગો ૩૦ ફૂટ દૂર જઇને પડયા હતા

ચંડીગઢ તા. ૧ : સોશિયલ મીડિયાના સમયમાં સેલ્ફી લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ સેલ્ફી લેવાની ઘેલછામાં વ્યકિત ઘણીવાર એવું કરી બેસે કે પાછળથી પસ્તાવાનો વારો આવો. આવું જ કંઈક બન્યું છે પાણીપતના દેવીલાલ પાર્ક પાછળ આવેલા રેલવે ક્રોસિંગ પર. પાણીપત રેલવે ટ્રેક પર ત્રણ યુવકો સેલ્ફી લેવાના ચક્કરમાં ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃત્યુ પામનારા ત્રણ યુવકો ચમન, સની અને કિશન ઉત્તરપ્રદેશના અલીગઢના રહેવાસી હતા અને સંબંધીઓ હતા. જયારે ચોથો યુવક અને દિલ્હીનો રહેવાસી દિનેશનો ઘટનામાં આબાદ બચાવ થયો હતો. આ ચારેય મજૂરી કામ કરતા હતા અને શહેરમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન હોવાથી આવ્યા હતા.

ઘટનાના સાક્ષીના કહેવા પ્રમાણે ચારેય યુવકો રેલવે ટ્રેક પર કયારના ફરી રહ્યા હતા અને તેમના મોબાઈલમાં એકબીજાના ફોટો લઈ રહ્યા હતા. રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેન તેમની પાસે આવી ત્યાં સુધી તેઓ સેલ્ફી લેતા રહ્યા. દિનેશનું ધ્યાન જતાં તેણે ત્રણેયને ચેતવ્યા હતા અને બાદમાં પોતે સુરક્ષિત રીતે કૂદી ગયો હતો.

ઉતાવળમાં ચમન, સની અને કિશન પણ ડાબી બાજુ કૂદવો મારવા ગયા હતા અને ટ્રેનની નીચે આવી ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે તેમના શરીરના ભાગો ૩૦ ફૂટ દૂર જઈને પડ્યા હતા. જીઆરપી ઓફિસરે કહ્યું કે, 'ટ્રેન પસાર થઈ જતાં ત્રણેય કચડાઈ ગયા હોવાની જાણ થતાં દિનેશ ત્યાં જ બેભાન થઈ ગયો હતો.'

પૂછપરછ શરૂ કર્યા બાદ અને શબપરીક્ષણ થયા પૂરૂ થયા બાદ, ત્રણેયના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા. જીઆરપીના કહેવા પ્રમાણે ઘટનસ્થળેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

(1:02 pm IST)