Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અમુક સંજોગોમાં ડાઇંગ ડીક્લેરેશન સાથે ડોકટરના સર્ટિફિકેટનો આગ્રહ રાખવો વ્યાજબી નથી : ડીક્લેરેશન વિશ્વાસપાત્ર લાગતું હોય અને વ્યક્તિ તે આપવા સક્ષમ હોય તો તે માન્ય ગણવું જોઈએ : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ન્યુદિલ્હી : અમુક સંજોગોમાં ડાઇંગ ડીક્લેરેશન સાથે ડોકટરના  સર્ટિફિકેટનો આગ્રહ રાખવો વ્યાજબી નથી જો ડીક્લેરેશન વિશ્વાસપાત્ર લાગતું  હોય અને વ્યક્તિ તે આપવા સક્ષમ હોય તો તે માન્ય ગણવું જોઈએ તેવો  સુપ્રીમ કોર્ટએ ગઈકાલ મંગવારે  ઐતિહાસિક ચુકાદો  આપ્યો છે.

શ્રી એન.વી.રામાના , શ્રી એમ.એમ.શાંતાનાગૌદર ,તથા શ્રી એસ.અબ્દુલ નાઝિર સાથેની 3 જજની બેંચએ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ડાઇંગ ડીક્લેરેશન આપનાર વ્યક્તિ તે આપવા માટે સક્ષમ જણાતી હોય તથા તેની વાત સાચી અને વિશ્વાસપાત્ર લાગતી હોય તેવા સંજોગોમાં ડોકટરના સર્ટિફિકેટનો આગ્રહ રાખવો વ્યાજબી નથી.આ સર્ટિફિકેટ નિયમનો એક ભાગ ચોક્કસ છે.પરંતુ અમુક સંજોગોમાં તે ફરજીયાત ન હોવું જોઈએ તેવું મંતવ્ય 2001 ની સાલના એક કેસમાં વ્યક્ત કર્યું હતું તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)