Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

બેંક-વિમા કામદારોના ડીએમાં ૩૪ સ્લેબનો વધારો

જાન્યુઆરી ૩૦૭, ફેબ્રુઆરી ૩૦૭ અને માર્ચનો ગ્રાહક ભાવાંક ૩૦૯ જાહેર : બેંક કામદારોને મેથી જુલાઈ ૨૦૧૯ સુધી ૬૪.૫ ટકા લેખે ડીએ મળશે

રાજકોટ, તા. ૧ :. કાળઝાળ મોંઘવારી અને આકરી ગરમીના દિવસોમાં દેશભરના બેંક અને વિમા કામદારો માટે ટાઢકના સમાચાર છે. બેંક અને વિમા કામદારોને મળતા મોંઘવારી ભથ્થામાં ચાલુ મહિનાથી ૩૪ સ્લેબનો વધારો મળશે.

ભારતીય શ્રમ બ્યુરો દ્વારા ઔદ્યોગીક કામદારો માટેનો ગ્રાહક ભાવાંક જાહેર કરવામાં આવ્યો છે. જે જાન્યુઆરી ૩૦૭, ફેબ્રુઆરી ૩૦૭ અને માર્ચ ૩૦૯ જાહેર કરવામાં આવ્યો છે. જેની ગણતરી કરતા હાલ ૬૧૧ સ્લેબ ઉપર બેંક કર્મચારીઓને ડીએ મળશે તેમા હવે ૩૪ સ્લેબનો વધારો થઈ હવે ૬૪૫ ઉપર મળશે. એટલે કે હાલ ૬૧.૧ ટકા ડીએ મળશે તેમા ૩.૪ ટકાનો વધારો મળશે અને મેથી જુલાઈ સુધીના ત્રણ મહિના સુધી ૬૪.૫ ટકા ઉપર મોંઘવારી ભથ્થુ મળશે.

એક અનુમાન મુજબ આ ૩૪ સ્લેબના વધારાથી બેંકના સબ સ્ટાફને ઓછામાં ઓછા ૩૫૦ અને વધુમાં વધુ ૮૭૦ રૃા. વધશે. જ્યારે કલેરીકલ સ્ટાફને ઓછામાં ૪૩૦ રૃા. અને વધુમાં વધુ ૧૫૫૦નો ફાયદો થશે. જ્યારે ઓફિસરોને ઓછામાં રૃા. ૮૬૫ અને વધુમાં વધુમાં રૃા. ૩૨૦૦નો દર મહિને ફાયદો થશે.

(11:38 am IST)