Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અમેરિકા : નોર્થ કેરોલાઇના યુનિવર્સિટીમાં ફાયરીંગ - બેના મોત : ચાર ઘાયલ

પોલીસે જે વ્યકિતની ધરપકડ કરી છે તે સંદિગ્ધ એક સ્કૂલનો સ્ટુડન્ટ છે

ન્યૂયોર્ક તા. ૧ : અમેરિકાના નોર્થ કેરોલાઇના યુનિવર્સિટીના શાર્લે કેમ્પસમાં મંગળવારે થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે જયારે ચાર અન્ય ઘાયલ થયા છે. ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે. હાલ એ વાતના મજબૂત પુરાવા નથી મળ્યા કે તમામ પીડિત, સ્ટુડન્ટ હતા કે નહીં. ઘટનાના કારણે સમગ્ર કેમ્પસમાં દોડાદોડી થઈ ગઈ.ઘટનાના તરત બાદ સમગ્ર કેમ્પસમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું. બાદમાં પોલીસે આ મામલામાં એક સંદિગ્ધને પકડી લીધો. સ્થાનિક મીડિયા અનુસાર પોલીસે જે વ્યકિતની ધરપકડ કરી છે તે સંદિગ્ધ એક સ્કૂલનો સ્ટુડન્ટ છે. આગામી સપ્તાહે અહીં પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. પોલીસનું કહેવું છે કે જે સંદિગ્ધને પકડવામાં આવ્યો છે તેણે આ ઘટનાને એકલા હાથે અંજામ આપ્યો છે.

ભારતીય સમય અનુસાર ફાયરિંગ મંગળવાર સાંજે ૫.૪૫ વાગ્યે યુનિવર્સિટીના કેનેડી હોલની પાસે થયો, ત્યારબાદ એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.

નોર્થ કરોલાઇના યુનિવર્સિટીમાં ૨૬,૫૦૦થી વધુ સ્ટડન્ટ અભ્યાસ કરે છે અને અહીં ૩,૦૦૦ પ્રોફેસર તથા સ્ટાફના સભ્યો છે.

અમેરિકામાં સ્કૂલ-કોલેજોમાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય છે. અનેકવાર આ પ્રકારની ફાયરિંગની ઘટનાઓ સામે આવે છે. એવામાં હથિયાર કાયદાને લઈ અમેરિકામાં પણ લાંબી ચર્ચા ચાલી રહી છે.(

(11:37 am IST)