Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

તાતાએ ચૂંટણી માટે ભાજપ - કોંગ્રેસને દાનમાં આપ્યા ૬૦૦ કરોડ

ટાટા ગ્રુપે સૌથી વધુ દાન ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે

નવી દિલ્હી તા. ૧ : ટાટા ગ્રુપે લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ૬૦૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આપેલ ડોનેશનથી લગભગ ૨૦ ગણુ વધારે છે. ટાટા ગ્રુપે રાજનીતિક પાર્ટીઓને દાન આપવા માટે પ્રોગ્રેસિવ ઇલેકટોરલ ટ્રસ્ટ બનાવ્યું છે. ટાટા ગ્રુપે સૌથી વધુ દાન ભારતીય જનતા પાર્ટી(BJP)ને આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ૨૦૧૯ની ચૂંટણીમાં ટાટા ગ્રુપે લગભગ ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. વર્ષ ૨૦૧૪માં ગ્રુપે દરેક દળને માત્ર ૨૫.૧૧ કરોડ રૂપિયા દાન તરીકે આપ્યા હતા. જયારે આ વર્ષે આપેલા ૬૦૦ કરોડ રૂપિયાના દાનમાંથી એકમાત્ર બીજેપીને ૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયા દાન તરીકે આપવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસને ૫૦ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

ઉપરાંત રિપોર્ટ મુજબ લગભગ ૧૫૦દ્મક ૨૦૦ કરોડ રૂપિયાની રકમમાંથી તૃણમૂલ કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, સીપીઆઈએમ અને એનસીપી જેવી પાર્ટીઓને ડોનેશન આપવામાં આવ્યું છે. ટ્રસ્ટે કહ્યું કે તેઓ સદનમાં સદસ્યોની સંખ્યાને હિસાબે દાન આપે છે. તેથી સૌથી વધુ બેઠક ધરાવતી પાર્ટી બીજેપીને વધુ ડોનેશન આપવામાં આવ્યું છે.

સૂત્રો મુજબ ટાટા ગ્રુપની દરેક કંપની તેમની મૂડી પ્રોગ્રેસિવ ઇલેકટોરલ ટ્રસ્ટમાં જમા કરાવે છે. ત્યાર બાદ ટ્રસ્ટ રાજકીય પાર્ટીઓને દાન આપે છે. વર્ષ ૨૦૧૪માં સોફટવેયર કંપની ટીસીએસ એટલે કે ટાટા કંસલ્ટેન્સી સર્વિસીઝે ૧.૮ કરોડ રૂપિયા આ ટ્રસ્ટને આપ્યા હતા. જયારે આ વખતે ટીસીએસએ ટ્રસ્ટને ૨૨૦ કરોડ રૂપિયાનું યોગદાન કર્યુ છે. આ સિવાય ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ જેમકે ટાટા સંસ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને ટાટા ગ્લોબલ બેવરેજ લિમિટેડ જેવી કંપનીઓ પણ આ ટ્રસ્ટમાં દાન એટલે કે પ્રોગ્રેસિવ ઇલેકટોરલ ટ્રસ્ટમાં મૂડી આપે છે.

(11:35 am IST)