Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

આઝમ ખાન પર ચૂંટણી પંચે ફરી ૪૮ કલાકનો પ્રતિબંધ મૂકયો

પંચે આ મહિને આઝમ ખાન પર બીજી વાર આ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી તા. ૧ : ચૂંટણી પંચે તમામ કડકાઇ છતા પણ લોકસભા ચૂંટણીમાં નેતાઓનાં વિવાદિત નિવેદન, સાંપ્રદાયિક ટિપ્પણીઓ સતત આવી રહી છે. હાલનો મુદ્દો સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનનો છે. ચૂંટણી પંચે આઝમ ખાન પર ચૂંટણી અધિકારીઓને ધમકાવવા, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા માટે ૪૮ કલાકનો નવો પ્રતિબંધ લગાવી દીધો છે.

પંચે આ મહિને આઝમ ખાન પર બીજી વાર આ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ આજે સવારે ૬ થી સાંજે પ વાગ્યા સુધી લાગુ પડશે. આ અગાઉ તેમને ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરુદ્ઘ વિવાદાસ્પદ નિવેદન આપવા માટે ૭૨ કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ચૂંટણી પંચની તરફથી અપાયેલી માહિતી અનુસાર હાલનાં કેસમાં આઝમ ખાન પહેલી મે સવારે ૬ વાગ્યાથી માંડીને આગામી ૪૮ કલાક સુધી ચૂંટણી પ્રચાર પ્રક્રિયામાં ભાગ નહી લઇ શકે, આઝમ ખાન કોઇ જનસભા, રેલી અથવા રોડશોમાં હિસ્સો નહી લઇ શકે અને આ સાથે જ કોઇ પ્રકારનાં નિવેદન મીડિયામાં પણ નિવેદન નહી આપી શકે.

(11:33 am IST)