Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

હેપીનેશ ઈન્ડેક્ષમાં ભારત ૧૪૦મા ક્રમેઃ ખુશહાલીમાં પાકિસ્તાન આપણા કરતા આગળઃ કોઈ પક્ષ આને મુદ્દો કેમ નથી બનાવતો ?

જીડીપી ડબલ થઈ પણ લોકો ખુશ નથીઃ ખુશહાલી રીપોર્ટને રાજકીય પક્ષો કેમ અવગણે છે

નવી દિલ્હી, તા. ૧ :. યુનોના વિશ્વ ખુશહાલી રીપોર્ટમાં આ વર્ષે ભારત ૧૪૦મા ક્રમે આવ્યુ છે. ગયા વર્ષે ૧૩૩માં ક્રમે હતુ. આ મામલામાં આપણે પાડોશી દેશ પાકિસ્તાન કરતા પણ પાછળ છીએ. એટલે કે ત્યાં રહેતા લોકો આપણાથી વધુ ખુશ છે અને ખુશહાલ છે. સરકાર કહે છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનો જીડીપી ડબલ થઈ ગયો છે પરંતુ હેપીનેશ ઈન્ડેક્ષના રીપોર્ટમાં ભારતની ખુશહાલ લગભગ ૧.૨ નીચે ચાલી ગઈ છે. એટલે કે લોકો ખુશ નથી. તેમને અનેક પ્રકારની ચિંતાઓએ ઘેરી લીધા છે. ત્યારે એક મોટો સવાલ ઉભો થાય છે કે આ ખુશહાલી રીપોર્ટ ચૂંટણીનો મુદ્દો કેમ બની નથી શકતો ?

ગયા મહિને જારી થયેલ વર્લ્ડ હેપીનેશ રીપોર્ટ ૧૫૬ દેશોના આંકડા પર આધારીત છે. આ રીપોર્ટમાં એવુ જોવા મળ્યુ છે કે, કોઈ દેશને લોકો ખુદને કેટલા ખુશ ગણે છે. કમાણી, લાંબા સમય સુધી સ્વાસ્થ્ય, ઉદારતા, વિશ્વાસ, લોકોને પોતાની વાત કહેવાની આઝાદી, સામાજિક સમર્થન અને ભ્રષ્ટાચાર વગેરે ન હોવું આ બધી બાબતોનો આધાર કોઈપણ દેશના હેપીનેશ રેન્ક નક્કી કરે છે. ફીનલેન્ડને સતત બીજા વર્ષે વિશ્વનો સૌથી ખુશહાલ દેશ માનવામાં આવે છે. તે પછી ડેન્માર્ક, નોર્વે, આઈસલેન્ડ અને નેધરલેન્ડનું સ્થાન છે.  રીપોર્ટ અનુસાર પાકિસ્તાન ૬૭માં ક્રમે છે. બાંગ્લાદેશ ૧૨૫મા ક્રમે અને ૯૩માં ક્રમે છે. નિષ્ણાતો કહે છે કે જીડીપી ડબલ થઈ છે પણ લોકો ખુશ કેમ નથી ? આર્થિક વૃદ્ધિ હોવા છતા ખુશહાલી કેમ નથી ? ઘણા બધા પૈસા આવે છે પરંતુ તે ૧ ટકા લોકો પાસે જ જઈ રહ્યા છે. દેશમાં કયાંય હેપીનેશ ઈન્ડેક્ષની વાત નથી થતી. કોઈ પણ પક્ષ એ જાણવા નથી માંગતો કે લોકો ખુશ કેમ નથી ? ચૂંટણીમાં ન તો શિક્ષણની વાત થાય છે કે ન તો ખેડૂત કે કૃષિની ? પર્યાવરણ અને જળ સંરક્ષણની વાતો જ નથી થતી ?

એક પ્રોફેસરના કહેવા મુજબ ફકત જીડીપી વધવાથી લોકોના ચહેરા ખુશ નથી થતા. જીવન જીવવામાં કઈ કઈ મુશ્કેલી છે ? તે મોટો મામલો છે. રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. તેનો ઉકેલ જરૂરી છે. તેના પર કોઈ પણ ભાર દેતો નથી. કાયદો અને વ્યવસ્થાની વાત પણ કોઈ કરતુ નથી. અનૌપચારીક ક્ષેત્રોમાં કામ કરતા ૯૦ ટકા લોકો ખુશ નથી. લોકોની નોકરી સુરક્ષિત નથી. એક સર્વે અનુસાર ૭૬ ટકા ભારતીયો નોકરીઓની તકોની કમીને કારણે ખુશ નથી અને ૭૩ ટકા મોંઘવારી વધવાથી નાખુશ છે. ભારત ધીમે ધીમે યુદ્ધગ્રસ્ત દક્ષિણ સુદાન કે જેનો હેપીનેશ ઈન્ડેક્ષ સૌથી નીચે ૧૫૬ છે તે તરફ જઈ રહ્યો છે. ત્યાંના લોકો પોતાના જીવનથી નાખુશ છે. તે પછી આફ્રિકી ગણ રાજ્ય ૧૫૫, અફઘાનિસ્તાન ૧૫૪, તાન્ઝાનીયા ૧૫૩ અને રવાન્ડા ૧૫૨ છે.

(11:32 am IST)