Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અનિલ અંબાણીની કંપનીના શેરોમાં ભારે વેચવાલી

આર.એચ.એફ.એલ. અને આર.સી. એફ.એલ ના રેટીગ્સ ઘટતા થઇ વેચવાલી

મુંબઇ તા ૦૧  : મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહેલ અનિલ અંબાણી ગ્રુપની છ લીસ્ટેડ કંપનીઓના શેરોમાં ગઇકાલે ભારે વેચવાલી જોવા મળી હતી. આમાંથી ત્રણ કંપનીઓના શેર તો પોતાના ઓલ ટાઇમ લો સ્તરે પહોંચી ગયા હતા, કેર રટીંગ દ્વારા અનિલ અંબાણી ગ્રુપની બે કંપનીઓ રિલાયન્સ હોમ  ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શીયલ ફાઇનાન્સ રેટીંગ ઘાટાડીને રોકાણ શ્રેણીથી નીચે કરવાના કારણે આ વેચવાલી થઇ હતી. અનિલ અંબાણી ગ્રુપે એવુ કરીને રોકાણકારોને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો કે, સંપતિએ વેચવાની યોજના યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. પણ શેર બજારની પ્રતિક્રિયાથી સ્પષ્ટ થાય છે કે, રોકાણકારો તેનાથી સંતુષ્ટ નથી.

ગ્રુપની કંપનીઓના શેરોમાં મંગળવારે બે થી ૧૮ ટકા સુધીનો ઘટાડો થયો અને તેનાથી માર્કેટને પણ અસર થઇ હતી. નોન બેકીંગ ફાઇનાન્સ કંપનીઓના શેરો પર પણ વેચવાલીની અસર જોવા મળી હતી. રિલાયન્સ પાવરના શેરોને સોૈથી વધારે નુકશાન થયું હતું અને ૧૮ ટકા ઘટયો હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર લગભગ ૧૦ ટકા ઘટાડા સાથે ૧૦૮ રૂપિયે બંધ થયો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં વેચવાલીની હાલની સ્થિતીમાં લોન આપનારાઓ ગીરવી શેરોને વેંચી શકે છે. રિલાયન્સ નિપ્પોન લાઇફ એસ્ટેટ મેનેજમેન્ટને છોડીને ગ્રુપની બધી કંપનીઓના સ્થાપકોના શેર ગીરવી રખાયેલા છે.

(11:28 am IST)