Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

'વોટતંત્ર'માં કાળાનાણાનો બેફામ ઉપયોગઃ અત્યાર સુધીમાં ૩૦૦૦ કરોડ જપ્ત

ચૂંટણી પંચના લાખ પ્રયાસો છતા ગેરકાનૂની નાણાની જપ્તીનો રેકોર્ડ બન્યોઃ દારૂ-નાણા-ડ્રગ્સનો બેફામ ઉપયોગ બહાર આવતા ચિંતાની બાબતઃ કુલ જપ્તી રૂ. ૩૨૭૪.૧૮ કરોડઃ ૨૪૯ કરોડનો દારૂ પકડાયોઃ ૯૭૨ કરોડનુ સોનુ જપ્તઃ ૧૯મી સુધીમાં જપ્તીનો આંકડો ૧૦,૦૦૦ કરોડ પહોંચે તેવી શકયતા

નવી દિલ્હી, તા. ૧ :. ચૂંટણી પંચના લાખ પ્રયાસો છતા આ વખતે સામાન્ય ચૂંટણી દરમિયાન ગેરકાનૂની નાણાની જપ્તીનો રેકોર્ડ બની ગયો છે. સમગ્ર દેશમા જે રીતે આ વખતે ગેરકાનૂની નાણાથી લઈને ડ્રગ્સ સુધીનો ઉપયોગ ચૂંટણીમાં થઈ રહ્યો છે. આનાથી તેના પર રોક લગાવવાના દાવા ફરી એક વખત ખોટા સાબિત થઈ ગયા છે. સૌથી વધુ ચિંતા દારૂ અને ડ્રગનો ઉપયોગ વધવાને લઈને છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર ૨૬ એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ કે બીજી ચીજો પકડવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રથમ ચરણોમાં જ નાણાનો ઉપયોગ વધતા ચૂંટણી પંચે આકરૂ વલણ અપનાવ્યુ હતું.

સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે, સમગ્ર દેશમાં સમાનરૂપે તેનો પ્રભાવ  જોવા મળ્યો છે. ચૂંટણી પંચના ખર્ચ પર નજર રાખવાવાળા બધા અધિકારીઓને દરેક શંકાસ્પદ લેવડદેવડ અને રાજકીય પક્ષોના ખર્ચ ઉપર આકરી નજર રાખવા જણાવાયુ છે. અત્રે એ નોંધનીય છે કે દરેક સંસદીય વિસ્તારમાં રાજ્યના હિસાબથી એક ઉમેદવારને ૫૦થી ૭૫ લાખ રૂપિયા ખર્ચ કરવાની પરવાનગી હોય છે પરંતુ જે રીતે ખુદ પંચે માન્યુ છે કે, આ વખતે રેકોર્ડ સંખ્યામાં અત્યાર સુધીમા સેંકડો કરોડની જપ્તી થઈ છે. આનાથી ફરી એક વખત સમગ્ર સીસ્ટમની સમીક્ષા કરવાની જરૂર છે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૯મી મે સુધીમાં આ આંકડો ૧૦,૦૦૦ કરોડ સુધી પહોેંચી શકે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ કરોડથી વધુની જપ્તી થઈ છે જે નોંધવામાં આવી રહી છે, તો એક એનજીઓના રીપોર્ટ અનુસાર આ વખતે દેશની ચૂંટણીમાં ૧ લાખ કરોડથી વધુના ખર્ચનું અનુમાન છે જે વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની શકે તેમ છે.

અત્યાર સુધીમાં કુલ ૭૮૫.૨૬ કરોડની રોકડ, ૨૪૯.૩૮ કરોડનો દારૂ, ૧૨૧૪.૪૬ કરોડની ડ્રગ્સ, ૯૭૨.૨૫૩ કરોડનુ સોનુ, ૫૩.૧૬૭ કરોડનો માલસામાન સહિત કુલ ૩૨૭૪.૧૮ કરોડની જપ્તી થઈ છે.

સામાન્ય માણસને ઝાટકોઃ રાંધણ ગેસના ભાવમાં વધારો

નવી દિલ્હીઃ ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમીને ઝાટકો લાગ્યો છેઃ ઓઈલ કંપનીઓએ ગેસના ભાવમા વધારો કર્યો છેઃ ઘરેલુ એલપીજી સિલીન્ડરના ભાવમાં ૬ રૂ. વધી ગયા છેઃ બીનસબસીડીવાળા સિલીન્ડરનો ભાવ ૨૨.૫૦ પૈસા વધી ગયો છે, આ ભાવ આજથી અમલી બની ગયા છેઃ વધારા બાદ દિલ્હીમાં રહેતા ગ્રાહકે ગેસ સિલીન્ડરનો ભાવ ૫૦૨ રૂ. ચૂકવવા પડશેઃ સાથોસાથ કોમર્શીયલ બાટલાનો ભાવ ૭૩૦ થઈ ગયો છેઃ ૧લી એપ્રિલે પણ ભાવ વધ્યા હતાઃ બીનસબસીડીવાળા ગેસના બાટલાનો ભાવ ૫ રૂ. વધ્યો હતો તો સબસીડીવાળાના ભાવમાં ૨૫ પૈસાનો વધારો થયો હતોઃ દિલ્હીમાં ઈન્ડેનના ૧૪.૨ કિલોના સબસીડી વગરના બાટલાનો ભાવ ૭૦૬.૫૦ પૈસા છ

(11:25 am IST)