Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

દેશના ૨૧ ટકા ગામોમાં જ શિશુ લિંગાનુપાત યોગ્ય

૨૮ ટકા ગામોમાં ૧૦૦ છોકરાઓ સામે ૧૦૩ છોકરીઓ હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનું તારણ

નવી દિલ્હી તા.૧:  દેશના ૫,૮૭,૦૪૩ ગામોમાંથી ૨૧ ટકા ગામ જ એવા છે જયાં શિશુ લિંગાનુપાત નોર્મલ (દર ૧૦૦ છોકરાઓએ ૯૩-૧૦૩ છોકરીઓ) છે. જયારે ૩૯ ટકા ગામોમાં ૧૦૦ છોકરાઓએ છોકરીઓની સંખ્યા ૧૦૩થી વધારે છે.

હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એસવી સુબ્રમણ્યમે વસ્તી ગણત્રીના આંકડાઓના આધારે આ તારણ કાઢયું છે. પ્રોફેસર સુબ્રમણ્યમે પોતાના અભ્યાસમાં જાણ્યું કે ૯૬ ટકા કેસોમાં શિશુ લિંગાનુપાતમાં વધ -ઘટ ગામડાઓને કારણે થાય છે.

અભ્યાસ રિપોર્ટમાં કહેવાયું છે કે ૩૯ ટકા ગામ ''બાળક'' ગામ છે. ત્યાં દર ૧૦૦ છોકરાઓએ છોકરીઓની સંખ્યા ૮૮ અથવા તેનાથી ઓછી છે, જયારે ૧૨ ટકા ગામો છોકરીઓની ઘટ વાળા ગામો છે. જયાં દર ૧૦૦ છોકરાઓએ  છોકરીઓનીસંખ્યા ૮૮ થી ૯૩ વચ્ચે છે. આ ઉપરાંત ૨૧ ટકા ગામ નોર્મલ શ્રેણીમાં છે. અહીંઆ દર ૧૦૦ છોકરાએ છોકરીઓની સંખ્યા ૯૪ થી ૧૦૩ વચ્ચે છે. જયારે ૨૮ ટકા ગામો '' બાલિકાગામ'' છે અહીંઆ દર ૧૦૦ છોકરાએ છોકરીઓની સંખ્યા ૧૦૩ થી વધારે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે દેશમાં ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય સ્તરના આંકડાઓના વિશ્ લેષણમાં એવું જાણવા મળ્યું છે કે ૯૬ ટકા કેસોમાં આમાં વધ ઘટ ગામડાઓના કારણે જ થાય છે.(૧.૫)

 

(10:26 am IST)