Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

વડાપ્રધાન મોદીની સીટ વારાણસીમાં EVMનહી બેલેટ પેપરથી ચૂંટણી થવાના એંધાણ

અજય રાય ,શાલિની યાદવ,તેજ બહાદુર યાદવ, પદ્મશ્રી હોકી ખેલાડી મોહમ્મદ શાહિદની પુત્રી હિના,તેલંગાણાના હળદરનાં ખેડૂતોનાં પ્રતિનિધિ કુંટા ગંગારામ મોહન રેડ્ડી સહીત 102 ઉમેદવારો મેદાનમાં

 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વારાણસી સીટ રાજકીય રણ પોતાનાં ચરમ પર છે. હાલમાં સપા-બસપા ગઠબંધનનાં સંયુક્ત ઉમેદવાર તરીકે બીએસએફનાં ફરજ રિક્ત જવાન તેજબહાદુર યાદવના ઉમેદવાર બનવા ઉપરાંત સીટ પર કોંગ્રેસના અજય રાય ,શાલિની યાદવ,તેજ બહાદુર યાદવ, પદ્મશ્રી હોકી ખેલાડી મોહમ્મદ શાહિદની પુત્રી હિના,તેલંગાણાના હળદરનાં ખેડૂતોનાં પ્રતિનિધિ કુંટા ગંગારામ મોહન રેડ્ડી સહીત 102 ઉમેદવારો મેદાનમાં  છે સીટ પર ઉમેદવારની અંતિમ તારીખ 29 એપ્રીલ સુધીમાં કુલ 102 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે

જો ઉમેદવારોની સંખ્યા એટલી જળવાઇ રહે તો વારાણસી લોકસભા સીટ પર બેલેટ પેપરથી ચૂંટણી કરાવવીપ ડશે. કહેવાઇ રહ્યું છે કે, નામ પરત ખેંચવાની તારીખ નિકળ્યા બાદ જો ઉમેદવારોની સંખ્યા 64  રહે તો સીટ પર ઇવીએમ વગર ચૂંટણી કરાવાઇ શકે છે.

  બીજી તરફ સંખ્યા 64થી ઓછી હોય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી મતદાન માટે મજબુર થવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારીનો અંતિમ દિવસ જેલમાં બંધ બાહુબલી અતીક અહેમદ સહિત કુલ 71 લોકોનો સમાવેશ થાય છે.

   ઉમેદવારીના અંતિમ દિવસ સપા ઉમેદવાર તરીકે તેજ બહાદુરે ઉમેદવારી નોંધાવી. અગાઉ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી દાખલ કરી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરે ઉમેદવારી પત્રમાં ખોટી માહિતી આપવા માટે મંગળવારે નોટિસ ઇશ્યું કરવામાં આવી છે

(12:00 am IST)