Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ગૃહ મંત્રાલયની નોટિસ બાદ કોંગ્રેસે જાહેર કર્યા રાહુલ ગાંધીની નાગરિકતા અંગેના દસ્તાવેજો

બ્રિટિશ કંપનીના ડાયરેક્ટર હોવાનો ખુલાસો પણ નાગરિકતા ભારતીય દર્શાવાઈ :કંપનીના દસ્તાવેજો સાર્વજનિક કરાયા

 

નવી દિલ્હી :કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાસ સામે સવાલ ઉઠ્યા બાદ રાહુલ ગાંધીને નાગરિકતાને મુદ્દે ગૃહ મંત્રાલયનો નોટિસ બાદ કોંગ્રેસે રાહુલ ગાંધીની નાગરિકતાના દસ્તાવેજો જાહેર કર્યા છે કોંગ્રેસે તેના સાથે સંકળાયેલા દસ્તાવેજ સાર્વજનિક કર્યા છે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો કે રાહુલ એક બ્રિટિશ કંપનીના ડાયરેક્ટર હતા અને તેનાથી જોડાયેલા દસ્તાવેજોમાં તેમણે પોતાને બ્રિટિશ નાગરિક બતાવ્યા છે. કોંગ્રેસે કંપનીના દસ્તાવેજોને સાર્વજનિક કરી દીધા છે.

   સ્વામીનોદાવો છે કે વર્ષ 2003માં બ્રિટનમાં બેકઓપ્સ નામની એક કંપનીનું રજિસ્ટ્રેશન થયું હતું. કંપનીના ડાયરેક્ટર રાહુલ ગાંધી હતા અને તેનું રજિસ્ટર્ડ સરનામું 51 સાઉથગેટ સ્ટ્રીટ, વિન્ચેસ્ટર, હેમ્પશર SO23 9EH હતું. કંપનીએ વર્ષ 2006માં જે રિટર્ન ફાઇલ કર્યું છે તેમાં રાહુલે પોતાને બ્રિટિશ નાગરિક બતાવ્યા હતા. કંપની બંધ કરવા માટે જે એપ્લીકેશન આપવામાં આવી હતી તેમાં પણ રાહુલે પોતાને બ્રિટિશ નાગરિક બતાવ્યા હતા. ગૃહ મંત્રાલયે ફરિયાદ પર ગંભીર નોંધ લેતા નોટિસ જાહેર કરી છે

   કોંગ્રેસે કંપની બેકઓપ્સના રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર કર્યા છે. દસ્તાવેજો મુજબ રાહુલ કંપનીના ડાયરેક્ટર્સમાં ચોક્કસ સામેલ હતા, પરંતુ તેઓએ પોતાને ભારતીય નાગરિક બતાવ્યા હતા, દસ્તાવેજમાં પણ રાહુલની નાગરિકતાવાળી કોલમની આગળ ભારતીય લખવામાં આવ્યું છે

    અત્રે ઉલ્લેખનીય છે કે, ખુદ સુબ્રમણ્યમ સ્વામીએ સપ્ટેમ્બર 2013માં એવો દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી ઈટાલિયન નાગરિક છે. બીજેપીમાં જોડાયા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન નહીં બને શકે...તેઓ એક ઈટાલિયન નાગરિક છે. હું ટૂંક સમયમાં તેની જાણકારી લઈને આવીશ. સ્વામી પોતાની વાત પર દૃઢ રહ્યા બાદ કોંગ્રેસ તરફથી તેની પર કોઈ ખાસ પ્રતિક્રિયા કે બચાવ નહોતો રજૂ થયો, તો નાગરિકતાનો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો.
  
રાહુલ ગાંધીને નોટિસ આપવાના મામલા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે એક સાંસદ કોઈ મુદ્દા પર મિનિસ્ટ્રીને પત્ર લખે છે કે સવાલ કરે છે તો એવામાં તેનું સમાધાન કરવું પડે છે. કોઈ ગંભીર વાત નથી, એક સામાન્ય પ્રક્રિયા છે.

 

(12:00 am IST)