Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

રાહુલ ગાંધીના બચાવમાં પ્રિયંકા વાઢેરા પણ ઉતરી

પ્રિયંકાએ આરોપોને ખોટા ગણાવ્યા

નવીદિલ્હી, તા. ૩૦ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતા પર દેશભરમાં કોહરામની સ્થિતિ મચી ગયા બાદ હવે તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા પણ સપાટી ઉપર આવી છે. પ્રિયંકાએ આ સમગ્ર વિવાદને બકવાસ તરીકે ગણાવીને કહ્યું છે કે, સમગ્ર ભારત જાણે છે કે, રાહુલ ગાંધી ભારતીય છે. રાહુલ ઉપર બ્રિટિશ નાગરિકતાનો આક્ષેપ મુકવામાં આવી રહ્યો છે જેના પર કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં રહેલી પ્રિયંકાએ કેન્દ્રીય ગૃહમંત્રાલયના પત્રને લઇને સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, આવી બકવાસ પહેલા ક્યારે પણ સાંભળી ન હતી. રાહુલ ગાંધી હિન્દુસ્તાની છે અને તેમની સામે જન્મેલા છે. તેમની સામે ઉછર્યા છે અને તેમની સામે મોટા થયા છે. આ પ્રકારના આક્ષેપોમાં કોઇ વાસ્તવિકતા દેખાતી નથી. જો કે, સુબ્રમણ્યમ સ્વામીના આક્ષેપ બાદ આ મામલામાં પણ રાહુલ ગાંધીને પોતે જવાબ આપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ સ્વામીના આક્ષેપોને રદિયો આપ્યો છે.

(12:00 am IST)