Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

આ પહેલાની સરકારે માત્ર લંડનમાં વેકેશન ગાળીને મજા કરી છેઃ મુંબઇમાં મતદાન બાદ અભિનેત્રી કંગના રનૌતનું નિવેદન

મુંબઈ : લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના વોટિંગ દરમિયાન મુંબઈમાં તમામ ફિલ્મી સ્ટાર્સએ વોટિંગ કર્યું છે. આ વોટર્સમાં પોતાના બોલ્ડ અભિગમ માટે જાણીતી એક્ટ્રેસ કંગના રનૌતે પણ વોટિંગ કર્યું છે. વોટિંગ પછી કંગનાએ મતદાનના ફાયદા ગણાવવાની સાથેસાથે રાજકીય નિવેદન પણ આપી દીધું છે.

કંગનાએ કહ્યું છે કે, "આ બહુ મહત્વનો દિવસ છે અને પાંચ વર્ષમાં એક વખતમાં આવે છે. મારું નિવેદન છે કે મતના હકનો ઉપયોગ કરવો જોઈએ. મને લાગે છે કે મારો દેશ હકીકતમાં આઝાદીનો શ્વાસ લઈ રહ્યો છે. આ પહેલાં આપણે બધા મુગલ, બ્રિટીશ અને ઇટાલિયન સરકારના ગુલામ હતા. આ પહેલાંની સરકારે માત્ર લંડનમાં વેકેશન ગાળીને મજા કર્યા છે. કોંગ્રેસની સરકાર વખતે બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને રેપ, ગરીબી અને પ્રદૂષણની હાલમાં જે હાલત છે એના કરતા હાલત ઘણી વધારે ખરાબ હતી. આ સ્વરાજ અને સ્વધર્મનો સમય છે. આપણે મોટા પ્રમાણમાં વોટિંગ કરવું જોઈએ.

કંગના બોલિવૂડની એ ખાસ હિરોઇનોમાંથી એક છે જે સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત રજૂ કરે છે. તે રાષ્ટ્રવાદ પર બહુ વાતો કરે છે. હાલમાં કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આજે આપણા દેશમાં જે ધનિક છે એ બહુ ધનિક છે અને જે ગરીબ છે એ બહુ ગરીબ છે. આપણે એવું કંઈક કરવું જોઈએ જેથી બંનેનો વિકાસ થાય. હકીકતમાં દરેક આઇડિયા એક એક્સપાયરી ડેટ સાથે આવે છે.

(8:50 am IST)