Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અબુધાબીમાં ગુજરાત ગુંજયુઃ સ્થાપના દિનની ઉજવણી : કવિ રમેશ પારેખના ગીતો પર નૃત્ય રજ

રાજકોટ : અબુ ધાબીમાં ગુજરાતના સ્થાપના દિનની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. સયુંકત આરબ અબીરાત, અબુધાબીમાં રહેતા ગુેજરાતી લોકોનું સંગઠન એટલે અબુધાબી ગુજરાતી સમાજ.આ સમાજ ના પ્રત્યેક સદસ્યના હ્રદયમાં ભારત અને  ગુજરાત પળ પળ ધબકે છે. આપણા રાષ્ટ્રીય પર્વો તો તેઓ ઉજવેે છે. પરતું દર વર્ષે ગુજરાત રાજય સ્થાપના દિનની ઉજવણી પણ પહેલી મેની નજીકના શુક્રવારે કરે છે. આ વખતે ૨૭ એપ્રિલે આ દિન વિશિષ્ટ રીતે ઉજવાઇ ગયો. કુલ ૧૪ કૃતિઓ  ની રજુઆત થઇ ગુજરાતના લાડીલા કવિ અને ગુજરાતના ભાવિકોએ જેમને પાંપણ પર બેસાડેલ છે એવા રમેશ પારેખ નેકેન્દ્રમાં રાખી ધારી કોલેજના ડો. દુર્ગાબેન જોશીની પુત્રી સ્નેહલ તથા જમાઇ નિકુંજ ત્રિવેદીના નિર્દેશમાં રમેશપર્વુ  બાળગીત, ઉર્ર્મિગીત, તથા સોનલ તારો દેશ નામથી ગુજરાતીના જાણીતા ગીત કવિ રમેશ પારેખના ગીતો પર આધારિત નૃત્યો પ્રસ્તુત કરેલ જેનીતસ્વીરો આ મુજબ છે.

(5:08 pm IST)