Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અલીગઢ યુનિ.માં જિન્નાહનું તૈલચિત્ર ભાજપના સાંસદને ખટકયું

નવી દિલ્હી તા. ૧ : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રાખવામાં આવેલા મોહમંદ અલી જિન્નાહના તૈલચિત્ર સામે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યએ વાંધો ઉઠાવ્યો છે અને તેને દૂર કરવા મટે યુનિવર્સિટીની કુલપતિને આ બાબતે પત્ર લખ્યો છે.મોહમંદ અલી જિન્નાહનું આ તૈલચિત્ર આઝાદી પહેલા ૧૯૩૮માં અહીંયા મૂકવામાં આવ્યુ હતું. આ સમયે મુસ્લિમો માટે અલગ દેશની મુસ્લિમ લીગની માંગણી જોરશોરથી ચાલતી હતી.

મોહમંદ અલી જિન્નાહનું તૈલચિત્ર સ્ટુડન્ટ્સ યુનિયનની ઓફિસમાં લગાવેલું છે. આ બાબતે ભાજપના સંસદસભ્ય સતિશ ગૌતમે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી આ તૈલચિત્ર હટાવવા માંગણી કરી છે.

તેમણે કહ્યુ કે, જિન્નાહને પાકિસ્તાનમાં લોકો પુજા કરે તો મને કોઇ વાંધો નથી. પણ તેમને તૈલચિત્ર અહીંયા ભારતમાં હોવુ ન જોઇએ.

સતિશ ગૌતમ અલીગઢથી ભાજપના સંસદસભ્ય છે. તેઓ આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ તારીક મન્સૂર સાથે પણ વાત કરશે.

સતિશ ગૌતમે જણાવ્યુ કે, જિન્નાહના તૈલચિત્રના બદલે યુનિવર્સિટીએ રાજા મહેન્દ્ર પ્રતાપ અને સર સૈયદ અહેમદ જેવા લોકોના જીવનને ઉજવવુ જોઇએ. આ લોકોએ આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

(4:29 pm IST)