Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ર૬/૧૧ના મુંબઇ હુમલામાં આતંકીઓને હિન્દી શીખવાડનારે સાઉદીમાં બોમ્બ વિસ્ફોટ કર્યો

૨૦૧૬માં અમેરીકી કોન્સ્યુલેટ બહાર થયેલા આત્મઘાતી હુમલામાં ડીએનએ ટેસ્ટ બાદ સ્પષ્ટ થયું

દુબઇ, તા., ૧: ૪ જુલાઇ-ર૦૧૬ના દિવસે સાઉદી અરબના જેદામાં અમેરીકન કોન્સ્ટુલેટ બહાર થયેલા આતંકી હુમલામાં ર સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા હતા અને  કાગજીનું મૃત્યુ થયું હતું. ર૬ નવેમ્બર -ર૦૦૮ની મુંબઇની ઘટનાના હુમલાખોરોને હિન્દી શિખવાડનાર ફૈયાઝ કાગઝીએ આ હુમલો કર્યાનું ડીએનએ ટેસ્ટ પછી સાબીત થઇ ગયું છે. ઇન્ડીયન એકસપ્રેસના રીપોર્ટ મુજબ ફૈયાઝ કાગઝી લશ્કર-એ-તૈયબાનો સભ્ય હતો. એનઆઇએએ આતંકી મામલાઓ સાથે જોડાયેલા કેસોની દિલ્હીની ખાસ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફૈયાઝ કાગઝીનું મોત થયાનું જણાવ્યું હતું અને ઉપરોકત વિગતો જાહેર કરી હતી.

(3:46 pm IST)