Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ખાદ્યતેલમાં બધા જ મંદીની વાતો કરે : ત્યારે તેજીની શકયતા વધે છે- ગોદરેજ ઇન્ટરનેશનલના ડીરેકટર દોરાબ મિસ્ત્રી

વર્લ્ડ પામતેલનો સ્ટોક ડિસેમ્બરને અંતે ૭૦ લાખ ટન હતો તે ઘટીને જુલાઇ સુધીમાં ૪૫ લાખ ટને પહોંચશેઃ મલેશિયન પામતેલ વાયદો જુલાઇ સુધી ૨૪૦૦ થી ૨૭૦૦ રિગિંટની રેન્જમાં રહેશે

દુબઇઃ જયારે કોઇપણ માર્કેટમાં બધા જ મંદીની વાતો કરતા હોય છે. ત્યારે બધાના આશ્રર્ય વચ્ચે માર્કેટમાં એકાએક તેજી ઉભરી આવે છે અત્યારે ખાધતેલોમાં બધાજ મંદીની વાતો કરે છે પણ કેટલાક ફંડામેન્ટ્સ તેજી પણ લાવી શકે છે તેવુ દુબઇ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ગ્લોબઓઇલ કોન્ફરન્સમાં જાણીતા એનાલીસ્ટ અને ગોદરેજ ઇન્ટરનેશનલના શ્રી ડાયરેકટર દોરાબ મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે દુબઇ ખાતેની ઇન્ટરનેશનલ ગ્લોબઓઇલ કોન્ફરન્સમાં દોરાબ મિસ્ત્રી સિવાયના તમામ એનાલીસ્ટોએ ખાદ્યતેલોમાં મંદી થવાની આગાહી કરી હતી. મોટાભાગના એનાલીસ્ટોની આગાહી હતી કે મલેશિયન પામતેલ વાયદો જુલાઇથી સપ્ટેમ્બર સુધીમાં ઘટીને ૨૨૦૦ થી ૨૨૫૦ રિગિંટ થશે જે સોમવારે ૨૯૫૯ રિગિંટ બંધ રહયો હતો. તેમ કોમોડીટી વર્લ્ડના મયુર મહેતાનો હેવાલ જણાવે છે.

 દોરાબ મિસ્ત્રીએ ખાદ્યતેલ માર્કેટને અસર કરતા કેટલાક ફંડામેન્ટ્સ સમજાવતાં જણાવયું હતુ કે મલેશિયામાં તા.૯મીએ જનરલ ઇલેકશન બાદ મલેશિયન કરન્સી રિગિંટનું ભાવિ પામતેલની માર્કેટ માટે નિર્ણાયક બની શકે છે.

 આ ઉપરાંત આર્જેન્ટિકામાં સોયાબીનના ઉત્પાદનમાં હાલ જે ઘટાડો આપણે માનીએ છીએ તે કદાચ અંતમાં થોડો ઓછો પણ હોઇ શકે છે. રશિયા અને  યુક્રેનમાં જુન મહિનાનું વાતાવરણ સનફલવારના ઉત્પાદન માટે નિર્ણાયક બનશે. આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) એ વર્લ્ડ ગ્રોથનું જે પ્રોજેકશન મુકયું છે તે શકય બનવું મુશ્કેલ છે પણ જો અંદાજીત ગ્રોથ વધારો જોવા મળી શકે છે.

ભારતમાં પામતેલની ઇમ્પોર્ટ ડયુટીમાં તાજેતરમાં આવનારા દિવસોમાં સોયાતેલ, રાયડાતેલ અને સનફલાવરતેલની ડયુટી વધે તો તેની પણ મોટી ઇફેકટ માર્કેટમાં જોવા મળશે.

(12:59 pm IST)