Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મમતાનો જય જયકારઃ ૩૪ ટકા બેઠકો બીનહરીફ

૧૪ મેના પંચાયત ચૂંટણીઓ માટે એક જદિવસે સમગ્ર પ. બંગાળમાં મતદાનઃ ૧૭ના ગણત્રીઃ ભાજપની દાળ ગળી નહિ

કોલકાતા તા. ૧ :.. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં  મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસે ૩૪ ટકા જેટલી બેઠકો બિનહરીફ જીતીને વિક્રમ સજર્યો હોવાનું એકસ્પ્રેસ ન્યુઝ, સર્વિસનો હેવાલ જણાવે છે. ચૂંટણી પંચે જાહેર કર્યુ છે કે પ. બંગાળમાં પંચયતની પ૮૬૯ર બેઠકોમાંથી ર૦૦૭૬ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. પ. બંગાળમાં ૪૦ વર્ષમાં માત્ર ર વખત ર૦૦૩ (૧૧ ટકા), અને ર૦૧૩૮ (૧૦.૬૬) ટકા બેઠકો બિનહરીફ જાહેર થયેલ.

આ વખતે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષ સિવાઇ  એકપણ પક્ષને બીન હરીફ બેઠક મળી નથી.

આ પહેલાના હેવાલો મુજબ ર૬ ટકા બેઠકો તૃણમૂલને મળી હતી. નવી ગણત્રી મુજબ ૩૪ ટકા બેઠકો થઇ છે.

આ અગાઉ વર્ષ ર૦૦૩ માં ડાબેરી મોરચો ૧૧ ટકા બેઠકો ઉપર બિનહરીફ ચૂંટાવાનો રેકોર્ડ ધરાવતો હતો.

જો કે ભાજપ સહિતના  વિરોધ પક્ષો તૃણમૂલ કોંગ્રેસની આ વિક્રમરૂપ સિધ્ધીની પણ ટીકા કરતાં આક્ષેપ કરી રહ્યા છે. કે શાસક પક્ષે હિંસક માર્ગ અપનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભરતા અટકાવીને તૃણમુલે આ સિધ્ધિ મેળવી છે.

ડાબેરી મોરચાની જયોતિ બાસુના નેતૃત્વ હેઠળની સરકાર સત્તા પર આવ્યા પછી ૧૯૭૮ માં પશ્ચિમ બંગાળમાં જિલ્લા પંચાયત, પંચાયત સમિતિ અને ગ્રામ પંચાયત એમ ત્રિસ્તરીય પંચાયતી ચુંટણીનો આરંભ થયો હતો.

આ વર્ષે ૧૪ મેના રોજ સિંગલ ફેઝમાં પંચાયત ચૂંટણીનું આયોજન થયું છે અને ૧૭ મે ના રોજ મતગણતરી હાથ ધરાશે. અગાઉ રાજયમાં ત્રણ તબકકે પંચાયત ચુંટણી યોજવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

શનિવારે ઉમેદવારી પત્રોની તપાસની કામગીરી હાથ ધરાયા પછી જાહેર થયું હતું કે તૃણમુલ કોંગ્રેસે પંચાયત સમિતિની ૯,ર૧૭ બેઠકો પૈકી ર,૦૬૯ બેઠકો બિનહરીફ જીતી લીધી હતી. (પ-૧ર)

(11:10 am IST)