Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

લાલુપ્રસાદ રેલવે સ્ટેશને પોલીસ અધિકારી સાથે બાખડ્યા : માર્યો ધક્કો :હોસ્પિટલમાં તોડફોડ મામલે પોલીસ ફરિયાદ

લાલુએ AIIMSમાંથી મળેલા ડિસ્ચાર્જને રાજકીય ષડ્યંત્ર ગણાવ્યું

નવી દિલ્હીઃઆરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક પોલીસ અધિકારી સાથે બાખડી પડ્યા હતા. દિલ્હી સ્થિત AIIMSમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ રાંચી રવાના થયેલા એક પોલીસ અધિકાર પર તેઓ ગુસ્સે થયા હતા અને અધિકારીને ધક્કો માર્યો હતો.

   ઘટનાના એક વિડીઓમાં લાલુ પોલીસ અધિકારીને ખખડાવી રહ્યા છે અને તેમને ધક્કો મારી પાછળ હટવા માટે કહી રહ્યા છે. પોલીસ અધિકારીને જે સમયે લાલુ બોલી રહ્યા છે, તે સમયે કેટલાક પત્રકારોએ મામલો સમજવા માટે તેમને સવાલ કર્યા હતા. પત્રકારોના સવાલોના જવાબમાં લાલુ કહે છે કે, ‘પતા નહિ, કિસ બાત કે લિયે યહ દરોગા કહ રહા હૈ કે, બેક હો જાઈએ, ઇનકા એસપી બોલ રહા હૈએસપી હમારા બોસ હૈબોલા. નહિ બોલાજબ તક અસ્પતાલ સે બાત નહિ હોગીતો ઇસકી બાત પર હમ કૈસે જાયેંગેલાલુએ AIIMSમાંથી મળેલા ડિસ્ચાર્જને રાજકીય ષડ્યંત્ર ગણાવ્યું છે.

  લાલુને AIIMSમાંથી રજા અપાતા, તેના કેટલાક સમર્થકો ઉશ્કેરાય ગયા હતા અને હોસ્પિટલ પરિસરમાં તોડફોડ કરી હતી, જેની સામે એઇમ્સ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી 'હૌજ ખાસ' પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(12:00 am IST)