Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

લવજેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર

સુધારા વિધેયકમાં 5 વર્ષ સુધી સજા, રૂ.2 લાખ સુધીના દંડ: સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા, રૂ.3 લાખ દંડ અને અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ

ગાંધીનગર : લવ જેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થયો છે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની ગુજરાતમાં પણ લવ-જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર થયો છે. રાજયમાં હવે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ સુધારા વિધેયકમાં 5 વર્ષ સુધી સજા, રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા, રૂ.3 લાખ દંડની જોગવાઈ તો અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ કરવામાં આવી છે

(8:47 pm IST)