Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અવાર-નવાર પીઠ અને કમરમાં દુઃખાવો હોય તો હોઇ શકે છે એસ્ટીયોપીનીયા : ખરાબ જીવનશૈલીને કારણે પણ થઇ શકે છે તકલીફ

હાડકાનું નબળુ હોવું ઓસ્ટોપોરિસસના કારણે જ નથી હોતું, તે ઓસ્ટીયોપીનીયાની નિશાની પણ હોઇ શકે છે. આ રોગમાં હાડકાની ઘનતા ઓછી થઇ જાય છે. જેના કારણે હાડકાનું તુટવાનું જોખમ વધી જાય છે. આની પાછળના કારણોમાં ઓછા કેલ્શીયમ વાળો આહાર, ધ્રુમપાન, ઉમરનાં લીધે હોર્મોન્સમાં ફેરફાર, સ્થૂળતા, સ્ટેરોઇડ લેવા વગેરે હોય શકે છે. આ રોગ ટી-સ્કોરથી માપી શકાય છે. જો શરૂઆત થી જ યોગ્ય આહાર, નિયમીત વ્યાયામ પર ધ્યાન આપવામાં આવે તો હાડકાના રોગોનું જોખમ ઘટાડી શકાય છે.

ઉમર વધવાની સાથે નવા હાડકા બનવાની પ્રકિયા ધીમી થવા લાગે છે. હાડકામાં મિનરલ, ભારેપણું અને સંરચનામાં ઘટાડો જોવા લાગે છે. એના લીધે સ્નાયુઓ અને હાડકામાં સતત દુઃખાવો રહેવા લાગે છે.  આ રોગના જોખમને ઘટાડવા માટે પહેલેથી જ સંતુલિત આહાર નિયમીત કસરત પર ધ્યાન દેવું આહારમાં ઓછી ચરબી વાળા ડેરી ઉત્પાદનો લેવા જોઇએ તથા અન્ય ધ્રુમપાન, તમાકુ ઉત્પાદનો  તથા નશાથી દુર રહેવું જોઇએ

આર્યુવેદ અનુસાર, હાડકાને મજબૂત માટે સૌથી મહત્વપૂર્ણ છે સ્વસ્થ જીવનશૈલી સાથે જ નિયમીત રીતે સવાર સાંજ થોડીવાર તડકામાં બેસો. જો હાડકામાં દુઃખાવો હોય તો રોજ બે-ત્રણ ચમચી સોયાબીનનો ઉપયોગ કરો. આ ઉપરાંત છ અઠવાડીયા સુધી સવાર-સાંજ દુધ સાથે ૩ થી ૫ ગ્રામ શતાવરી પાવડર લેવાથી પણ તે હાડકા સંબધી તકલીફો દૂર કરવાની સાથે અન્ય આરોગ્ય વિષયક ફાયદાઓ આપશે. આહારમાં કેલ્શીયમ વાળો ખોરાક ભરપૂર લેવો હિતાવહ છે.

(11:34 am IST)