Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મહારાષ્ટ્ર સહીત દેશમાં 15 એપ્રિલ સુધી કોરોના કેસમાં વધારો થશે : નિષ્ણાંતોના સ્ટડીમાં દાવો

ફેબ્રુઆરીમાં રી-પ્રોડક્શન વેલ્યૂ શૂન્યથી નીચે હતી હવે આ 1.25-1.30ના ખતરનાક સ્તર પહોંચી :લોકો આ રીતે જ સંક્રમિત થયા તો ભારતમાં દરરોજ એક લાખ કેસનો આંકડો જોવા મળી શકે

કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે IIT કાનપુરના નિષ્ણાતોએ ગાણિતિક મોડેલના આધારે ચેતવણી જાહેર કરી છે. એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે એક કોરોના દર્દીથી સંક્રમિત થનારા લોકો (R0) સતત વધી રહ્યા છે. સંખ્યા ફેબ્રુઆરીમાં શૂન્યથી નીચે હતી, જે હવે વધીને 1.25-1.30 સુધી પહોંચી ગઈ છે. લોકો રીતે સંક્રમિત થયા તો ભારતમાં દરરોજ એક લાખ કેસનો આંકડો જોવા મળી શકે છે. તો બીજા મૉડલમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર અને દેશમાં કેસ 15 એપ્રિલ સુધી વધતા રહેશે, ત્યારબાદ આમાં ઘટાડો શરૂ થશે.

ભારત સરકાર તરફથી જાહેર થનારા ડેટાના આધાર પર પ્રોફેસર મહેન્દ્ર વર્માએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં રી-પ્રોડક્શન વેલ્યૂ શૂન્યથી નીચે હતી.

આનો મતલબ હતો કે કોવિડની અસર ઓછામાં ઓછી હતી. ધીરેથી આમાં વધારો શરૂ થયો અને હવે 1.25-1.30ના ખતરનાક સ્તર પહોંચી રહી છે. મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશમાં દર સૌથી વધારે છે. ઉત્તર પ્રદેશમાં પણ રીપ્રોડક્શન વેલ્યૂમાં વધારો થવા લાગ્યો છે. જો રીતે કોરોનાના કેસોમાં વધારો ચાલતો રહ્યો તો દેશ રોજના એક લાખ કેસના આંકડાને સ્પર્શી જશે. ઘણા સાવધાન રહેવો સમય છે.

પહેલી લહેરમાં સૌથી વધુ એક દિવસમાં 97 હજાર 500 કેસ નોંધાયા હતા. પ્રોફેસર વર્માના જણાવ્યા અનુસાર, રાહતના સમાચાર છે કે બીજી લહેરમાં વાયરસ મ્યૂટેટ થઈને નબળો પડ્યો છે. લોકો માસ્કની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને વેક્સિન લગાવે તો વધારાને ઘણી હદ સુધી રોકી શકાય છે. IIT કાનપુરના સાઇબર સિક્યુરિટી હબના પ્રોગ્રામ ડાયરેક્ટર મણીન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર આગામી 2 અઠવાડિયા સુધી પીક પર હશે. મૉડલ અનુસાર મહારાષ્ટ્રમાં રોજના 45-50 હજાર કેસ આવી શકે છે.

રીતે પંજાબ રોજના 3500 કેસોની સાથે પીક પર હશે. કેરળમાં એપ્રિલ મધ્યમાં કેસ લઘુત્તમ સ્તર પર હશે. દિલ્હીમાં પણ એપ્રિલ-મેમાં સંક્રમણના 5-6 હજાર નવા કેસ નોંધાઈ શકે છે. રીતે ઉત્તર પ્રદેશ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં રોજના 6 હજાર કેસનો આંકડો સ્પર્શી શકે છે. પહેલી લહેરમાં યૂપીમાં રોજ લગભગ 7 હજાર કેસ નોંધાયા હતા. ગોવા 300 કેસોની સાથે મેના પહેલા અઠવાડિયામાં ચરમ પર હશે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, કોરોના કેસોની સંખ્યા લાંબા સમય સુધી નહીં વધે. એવું અનુમાન છે કે 15 એપ્રિલ બાદ કેસોમાં ઘટાડો શરૂ થઈ જશે.

(11:50 pm IST)