Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપનું ગુપ્ત ગઠબંધન : આપ એકલા હાથે બન્ને પાર્ટીઓને જવાબ આપશે :કેજરીવાલ

કોંગ્રેસ સાથે ગઠબંધનની તમામ અટકળો પર પૂર્ણ વિરામ

નવી દિલ્હી ;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપનું દિલ્હીમાં ગુપ્ત ગઠબંધન થયુ છે. ત્યારે આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતશે. અને બન્ને પાર્ટીને જડબાતોડ જવાબ આપશે.

   છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યુ હતું. જે અંગે અરવિંદ કેજરીવાલે મહત્વનું નિવેદન આપી કોંગ્રેસ સાથે ગઠબંધનની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુક્યુ છે. આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે આપ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરતા કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા

  અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા અંગે  કહ્યુ કે, રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે દિલ્હીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે. રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

(12:39 pm IST)