Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

RJDના વિધાનસભ્યે મસૂદ અઝહરને 'સાહેબ' કહ્યો

પટણા તા. ૧ : બિહારના કિશનગંજમાં લોકસભાની ચૂંટણીની પ્રચારસભાને સંબોધિત કરતી વેળા આરજેડીના વિધાનસભ્ય હાજી સુભાને પુલવામા હૂમલાના માસ્ટર માઇન્ડ આતંકવાદી મસૂદ અઝહરનો ઉલ્લેખ 'સાહેબ' શબ્દ સાથે કર્યો હતો. હાજી સુભાને મસૂદ અઝહર માટે 'સાહેબ' શબ્દ પ્રયોગ કર્યો ત્યારે મંચ પર આરજેડીના નેતા તેજસ્વી યાદવ હાજર હતાં.

રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં મસૂદ અઝહર સાહેબને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્ત ફગાવવા માટે ચીને વીટો પાવર વાપર્યો હતો, પરંતુ ચીનની એ ગુસ્તાખી વિરૂધ્ધ વડાપ્રધાને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. ચીન દર વર્ષે ભારતમાંથી પ૦,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ ખેંચી જાય છે. એ બાબતે પણ ભાજપ ચૂપકીદી રાખે છે.'

(11:38 am IST)