Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મહારાષ્ટ્ર પેટાચૂંટણી : 27 વર્ષ બાદ કસ્બા પેઠ બેઠકને કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી:બંગાળમાં દોઢ વર્ષ પછી ખાતુ ખોલ્યું

પૂર્વોત્તરના ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભામાં કોંગ્રેસનો સફાયો : પાંચ રાજ્યની છ બેઠક પર પેટા ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં કોંગ્રેસ ત્રણ બેઠક જીતવામાં સફળ રહી

નવી દિલ્હી :પૂર્વોત્તરના ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભામાં કોંગ્રેસનો સફાયો થયો હોય પરંતુ 5 રાજ્યની પેટા ચૂંટણીના પરિણામે તેનો ઉત્સાહ જાળવી રાખ્યો છે. મહારાષ્ટ્રની 27 વર્ષથી સત્તામાં રહેલી કસ્બા પેઠ બેઠકને કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે. તમિલનાડુમાં પણ કોંગ્રેસ જીત મેળવવામાં સફળ રહ્યુ છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ દોઢ વર્ષ પછી ખાતુ ખોલવામાં સફળ રહ્યુ છે. પાંચ રાજ્યની છ બેઠક પર પેટા ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં કોંગ્રેસ ત્રણ બેઠક જીતવામાં સફળ રહી છે.

મહારાષ્ટ્રની કસ્બા બેઠ, ચિંચવાડ, બંગાળની સાગરદિધી, ઝારખંડની રાયગઢ, તમિલનાડુની ઇરોડ, અરૂણાચલ પ્રદેશી લુમલા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પાંચ રાજ્યની છ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં સૌથી મોટો ઝડટકો ભાજપને લાગ્યો છે તો કોંગ્રેસને ફાયદો થયો છે.

 

મહારાષ્ટ્રની કસ્બા પેઠ બેઠક પર ભાજપને હરાવીને કોંગ્રેસે જીત મેળવી છે. આ બેઠક પર ભાજપનો 27 વર્ષ પછી પરાજય થયો છે. કસ્બા પેઠ બેઠક પર ભાજપના હેમંત રસાને અને કોંગ્રેસના રવીદ્ર ધંગેકર વચ્ચે ટક્કર હતી. આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રવીંદ્ર ધંગેકર કસબા પેઠ બેઠક જીતી ગયા છે. 1995 પછી આ બેઠક પર ભાજપ હાર્યું છે.

આ બેઠક પર જીતે કોંગ્રેસની સાથે સાથે મહાગઠબંધનનો ઉત્સાહ વધાર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે આ મહાવિકાસ અઘાડીની જીત છે, જે રીતે પાર્ટી તોડવામાં આવી અને તેને મહારાષ્ટ્રની જનતાએ જોઇ છે. કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી છે.

મહારાષ્ટ્રની ચિંચવાડ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે. ચિંચવાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ જગતાપની પત્ની અશ્વિની જગતાપે જીત મેળવી છે, તેને NCPના નાના કાટેને હરાવ્યા છે. ભાજપે ભલે પોતાની એક બેઠક બચાવી લીધી હોય પરંતુ કસ્બા પેઠ બેઠક હારવુ તેના માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

 

તમિલનાડુની ઇરોડ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇવીકેએસ એલંગોવન AIADMKના કેએસ થેન્નારાસુને હરાવીને ધારાસભ્ય બન્યા છે. આ બેઠક પર એલંગોવનના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય ઇ થિરૂમહાન એવરાના નિધનને કારણે પેટા ચૂંટણી યોજાઇ છે.

 

પશ્ચિમ બંગાળની સાગરદિધી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સુબ્રત સાહાના નિધનને કારણે યોજાઇ હતી. અહી ટીએમસીએ દેબાશીષ બેનરજી, ભાજપે દિલીપ સાહા અને કોંગ્રેસે બાયરન બિસ્વાસને ઉતાર્યા હતા. કોંગ્રેસે આ બેઠક TMC પાસેથી છીનવી લીધી છે. કોંગ્રેસના બાયરન બિસ્વાસ ટીએમસીના દેબાશીષ બેનરજીને હરાવીને ધારાસભ્ય બન્યા છે.

 

(6:43 pm IST)