Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજસ્થાનના જાલોરમાં ઘરકંકાસના લીધે પરિવારનો માળો પીંખાયો : પતિ-પત્નીએ 5 બાળકો સાથે નર્મદામાં મોતની છલાંગ લગાવી

જાલોર જિલ્લાના સાંચૌરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થય બાદ પછી બંને પોતાનાં પાંચ બાળકો સાથે ઘરથી નીકળી ગયાં :બાળકોમાં 3 છોકરી અને 2 છોકરા;તમામનાં કપડાં નર્મદાની મુખ્ય કેનાલ પાસે મળ્યાં

રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચૌરમાં પતિ-પત્નીએ પોતાનાં 5 બાળકો સાથે નર્મદામાં છલાંગ લગાવી હતી ,તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, હેલ્પ લાઈન 101 અભય કમાંડ જાલોરને ભંવરસિંહ રાજપૂત નિવાસી ગલીપાએ સૂચના આપી હતી કે શંકરાનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. તે ગુસ્સામાં પત્ની અને બાળકો સાથે ઘરેથી નીકળી સિદ્ધેશ્વર પહોંચ્યો. બાળકોમાં 3 છોકરી અને 2 છોકરા છે. તમામનાં કપડાં નર્મદાની મુખ્ય કેનાલ પાસે મળ્યાં છે.

સાંચોર સીઓ રૂપસિંહ ઈંદાએ જણાવ્યું કે પ્રારંભિક જાણકારીમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર પછી બંને પોતાનાં પાંચ બાળકો સાથે મંગળવારે ઘરથી નીકળી ગયાં હતાં. પોલીસને બુધવારે સૂચના મળી હતી. ઘટનાની માહિતી મળતાંની સાથે જ કલેક્ટર નિશાંત જૈન અને એસપી કિરણ કાંગ સિદ્ધુ પણ જાલોર જિલ્લા મુખ્યાલયથી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

નામ ન આપવાની શરતે દંપતીના એક નજીકના મિત્રએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે દરરોજ ઝઘડો થતો હતો. સોમવારે પણ ઝઘડો થયો હતો. આ પછી, સંબંધીઓએ સમજૂતી કરાવી. ત્યાર બાદ મંગળવારે દંપતી બાળકો સાથે ઘરમાંથી ગાયબ થઈ ગયું હતું.

જ્યાંથી તેમણે કેનાલમાં ઝંપલાવ્યું હતું તેના 200 મીટર આગળ તમામના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને કેનાલની બહારથી મળી આવેલાં કપડાંની સાથે મોબાઈલ પણ મળી આવ્યો છે.

શંકરારામ (32), તેમની પત્ની બાદલી (30), પુત્રી રમીલા (12), પુત્ર પ્રકાશ (10), પુત્રી કેગી (8), પુત્રી જાનકી (6) અને પુત્ર હિતેશ (3)ના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

(12:06 am IST)