Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

પાકિસ્તાનમાં મોંઘવારીનો હાહાકાર : ફેબ્રુઆરી મહિનામાં ફુગાવો 31.5 ટકાના સર્વોચ્ચ સ્તરે

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં 45 ટકાનો ઉછાળો :પાકિસ્તાની રૂપિયાની સામે ડોલરની કિંમતમાં જોરદાર વધારો

પાકિસ્તાનમાં ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં 31.5 ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. વર્ષ 1975 પછી મોંઘવારી આટલા ઊંચા સ્તરે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ગયા જાન્યુઆરીમાં મોંઘવારી દર 27.6 ટકા હતો. આ નાણાકીય વર્ષના આઠ મહિનામાં દેશમાં સરેરાશ મોંઘવારી દર 26.19 ટકા નોંધાયો હતો.

ફેબ્રુઆરીમાં સૌથી વધુ મોંઘવારી ખાદ્ય ચીજવસ્તુઓમાં જોવા મળી હતી અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો હતો.અગાઉ એપ્રિલ 1975માં ફુગાવાનો દર 29.3 ટકા હતો.

બીજી તરફ બુધવારે પાકિસ્તાની રૂપિયાની સામે ડોલરની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો.

ઇન્ટરબેંક વ્યવહારોમાં ડોલર રૂ. 4.61 વધી રૂ. 266.11 થયો હતો.જ્યારે ઓપન માર્કેટમાં ડોલરનો ભાવ રૂ.275 પર પહોંચી ગયો છે.

કરન્સી ડીલર્સના મતે રૂપિયો નબળો પડવા પાછળ પાકિસ્તાનનો IMF સાથેનો કરાર મુખ્ય કારણ છે, જેણે બજાર પર નકારાત્મક અસર કરી છે.

(11:59 pm IST)