Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વર્ષ 2022માં ગત વર્ષની સરખામણીમાં જાહેર ક્ષેત્રમાં રોજગાર નિર્માણમાં 8.8 ટકાનો ઘટાડો

વર્ષ 2022માં કુલ 5,65,000 નવા ગ્રાહક ન્યુ પેન્શન સ્કીમ (NPS)માં જોડાયા; 2021માં આ આંકડો 6,19,835 હતો.

નવી દિલ્હી: દેશભરમાં વર્ષ 2022માં કુલ 5,65,000 નવા ગ્રાહક ન્યુ પેન્શન સ્કીમ (NPS)માં જોડાયા છે. 2021માં આ આંકડો 6,19,835 હતો.

બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, 2021ની સરખામણીમાં 2022ના આંકડામાં 8.8 ટકાનો ઘટાડો થયો છે. NPS હવે તમામ કેન્દ્ર સરકારની નોકરીઓ માટે અને મોટાભાગના રાજ્યોમાં સરકારી નોકરીઓ માટે ફરજિયાત છે તે જોતાં, વિશ્લેષકો કહે છે કે ઉપરોક્ત આંકડા જાહેર ક્ષેત્રમાં નોકરીના સર્જનની સ્થિતિ દર્શાવે છે.

રિપોર્ટ અનુસાર, જો આ રીતે જોવામાં આવે તો 2022માં ગત વર્ષની સરખામણીમાં જાહેર ક્ષેત્રમાં રોજગાર નિર્માણમાં 8.8 ટકાનો ઘટાડો થયો છે. જો કે, ઉપરોક્ત આંકડો ચોક્કસ આંકડા તરીકે જોવાને બદલે માત્ર એક વ્યાપક વલણ તરીકે જોવો જોઈએ, તે ધ્યાનમાં રાખીને કે વિપક્ષ શાસિત રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને પંજાબે તાજેતરમાં જ એનપીએસને બંધ કરીને જૂની પેન્શન સ્કીમ (OPS)ને લાગું કરી દીધી છે.

કેન્દ્ર સરકાર હેઠળના NPS ના યુવા ગ્રાહકોની (18-28 વર્ષ) ભાગીદારી વર્ષ 2021 માં 67.8 ટકા હતી, જે 2022 માં ઘટીને 65.2 ટકા થઈ ગઇ છે. સંપૂર્ણ આંકડામાં આ સંખ્યા 2021માં 83,889 હતી, જે 2022 માં ઘટીને 76,895 થઈ ગઈ.

બીજી તરફ કેન્દ્ર સરકાર હેઠળ 2022માં નવા ગ્રાહકોની કુલ સંખ્યા 1,18,020 છે, જે ફરીથી 2021માં 1,23,665 કરતા ઓછો આંકડો દર્શાવે છે.

જોકે, નવા મહિલા યુવા ગ્રાહકોની સંખ્યામાં 2021ની સરખામણીએ 2022માં 2 ટકા પોઈન્ટનો નજીવો વધારો જોવા મળ્યો હતો જે 21.2 ટકા હતો. આ દરમિયાન NPSમાં નવા યુવા પુરૂષ ગ્રાહકોનો હિસ્સો ગત વર્ષના 78.9 ટકાથી ઘટીને 78.6 ટકા થયો છે.

NPS લાગુ હોય તેવા રાજ્યો દ્વારા બનાવવામાં આવેલી જાહેર ક્ષેત્રની નોકરીઓ માટે 2022 માં નવા ગ્રાહકોની કુલ સંખ્યા 4,47,480 હતી. કુલ નવા ગ્રાહકોમાં યુવાનો (18-28 વય જૂથ)નો હિસ્સો માત્ર 33.3 ટકા હતો, જે અગાઉના વર્ષના આંકડા કરતાં 2 ટકા વધુ છે. જોકે, 2021માં 37.1 ટકાની સરખામણીએ 2022માં યુવતીઓએ 35.4 ટકા નોકરીઓ મેળવી હતી.

2004 થી અમલી NPSમાં સબસ્ક્રાઇબર અને એમ્પ્લોયર બંને સમાન રીતે યોગદાન આપે છે. આ સશસ્ત્ર દળો સિવાય તમામ જાહેર ક્ષેત્રની નોકરીઓમાં લાગુ પડે છે. સરકારી કર્મચારીઓ માટે તે ફરજિયાત હોવાથી વિશ્લેષકો કહે છે કે તેનો ઉપયોગ જાહેર ક્ષેત્રમાં દર વર્ષે સર્જાતી નોકરીઓની સંખ્યાનો અંદાજ કાઢવા માટે પ્રોક્સી તરીકે થઈ શકે છે.

NPSનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે

(11:09 pm IST)