Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

છેલ્લા 24 કલાકમાં ચીનના 19 લડાકુ વિમાનો તેના એર સ્પેસમાં ઘુસ્યા :તાઇવાનનો મોટો દાવો

નવી દિલ્હી : તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે તેમના દેશના ડિફેન્સ ઝોનમાં પાછલા 24 કલાકમાં 19 ચીનના લડાકુ વિમાન જોયા છે. તાઈવાને આ પ્રવૃતિને ચીન દ્વારા કરવામાં આવતી હેરાનગતિ ગણાવી છે

  તાઈવાન તરફથી છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદ કરવામાં આવી રહી છે કે ચીન ટાપુ દેશ પાસે સૈન્ય પ્રવૃતિઓ વધારી રહ્યું છે. નોંધનીય છે કે ચીન તાઈવાનને પોતાના જમીની વિસ્તારનો એક ભાગ માને છે. ચીને કહ્યું કે તે પોતાના જમીની વિસ્તારને અમેરિકાથી બચાવી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ તટીય વિસ્તાર પાસે તેમણે ચીની 19 J-10 લડાકુ વિમાનની નોંધ લીધી હતી.

તાઈવાનની સેના સ્થિતિનું મોનિટરિંગ કરી રહી  છે. તાઈવાન તરફથી ચીની લડાકુ વિમાન પર ગોળીબાર કરવામાં આવ્યો નથી કારણ કે ચીની વિમાન તાઈવાનની ADIZમાં પ્રવેશ કર્યો હતો પરતું તેના જમીની એર સ્પેસમાં પ્રવેશ કર્યો નથી. તાઈવાનની સરકારે અનેકવાર આ વિવાદ મુદ્દે ચીન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે પછી સરકાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના દેશનું રક્ષણ કરશે.

(10:36 pm IST)