Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની બિલ ગેટ્સ સાથે મુલાકાત:કોવિડ મહામારી દરમિયાન કામગીરીની ગેટ્સે કરી પ્રશંસા

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વિટ કર્યું કે, બિલ ગેટ્સે કોરોના મેનેજમેન્ટ, રસીકરણ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન જેવી ભારતની ડિજિટલ સ્વાસ્થ્ય પહેલની પ્રશંસા કરી

નવી દિલ્હી :માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાને મળ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વિટ કર્યું કે, બિલ ગેટ્સે કોરોના મેનેજમેન્ટ, રસીકરણ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન જેવી ભારતની ડિજિટલ સ્વાસ્થ્ય પહેલની પ્રશંસા કરી. અમે G20માં ભારતની આરોગ્ય પ્રાથમિકતાઓ, પીમે ભારતીય જનઔષધિ પરિયોજના અને ઈ-સંજીવની વિશે ચર્ચા કરી.

  કોવિડ મહામારી દરમિયાન ભારતે ઉમદા કામગીરી કરી એ બદલ બિલ ગેટ્સે ભારતની પ્રશંસા કરી. કોવિડના કપરા કાળમાં આકાર પામેલો વોર રૂમ જે હવે હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને નેશનલ પબ્લિક હેલ્થ ઓબ્ઝર્વેટરી (NPHO) તરીકે ઓળખાય છે, આરોગ્ય મંત્રીએ બિલ ગેટ્સને આ વોર રૂમની મુલાકાત કરાવી હતી.

આ વોર રૂમની મદદથી કોવિડ કેસ સફળ રીતે ટ્રેક થયા હતા અને ઝડપી રસીકરણ પણ આ વોર રૂમને આભારી છે. AI અને અન્ય ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કાર્યક્રમો અને અન્ય સ્વાસ્થ્ય અંગેની સામાજિક પહેલની સ્થિતિનું મોનીટરીંગ આજે અહીંથી કરવામાં આવે છે.

બિલ ગેટ્સે કહ્યું કે ભારતમાં શ્રેષ્ઠ ડિજિટલ નેટવર્ક છે. ભારત સૌથી સસ્તું 5G માર્કેટ હશે. બુધવારે ભારતની G20 અધ્યક્ષતા હેઠળ ‘બિલ્ડિંગ રિસિલિઅન્ટ અને ઇન્ક્લુઝિવ ઇકોનોમીઝ – ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વચન’ વિષય પરના સત્રમાં બોલતા, તેમણે કહ્યું કે ભારતમાં એક મજબૂત ડિજિટલ નેટવર્ક છે અને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોની ટકાવારી ઘણી વધારે છે. આ પ્રસંગે ટેલિકોમ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 2023ને ઐતિહાસિક વર્ષ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ડિજિટલ ટેકનોલોજી હવે પરિપક્વ થઈ ગઈ છે

   
(8:52 pm IST)