Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સેન્સેક્સમાં ૪૪૯, નિફ્ટીમાં ૧૪૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

સ્થાનિક શેરબજારમાં છેલ્લા આઠ સત્રોનો ઘટાડો સમાપ્ત :મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ દરેક એક ટકાના વધારા સાથે બંધ થયા, અદાણી એન્ટરપ્રાઈઝ ૧૬% વધ્યો

મુંબઈ, તા.૧ : સ્થાનિક શેરબજારમાં છેલ્લા આઠ સત્રોનો ઘટાડો બુધવારે સમાપ્ત થયો અને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા.

બીએસઈ  સેન્સેક્સ ૪૪૮.૯૬ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકાના વધારા સાથે ૫૯,૪૧૧.૦૮ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૪૬.૯૫ પોઈન્ટ્સ અથવા ૦.૮૫ ટકાના વધારા સાથે ૧૭,૪૫૦.૯૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. મેટલ, પીએસયુ બેક્ન, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, કેપિટલ ગુડ્સ, પાવર અને રિયાલિટી ઈન્ડેક્સ ૧-૨ ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.

અદાણી એન્ટરપ્રાઇઝે નિફ્ટીમાં સૌથી વધુ ૧૫.૭૮ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. એ જ રીતે હિન્દાલ્કોના શેર ૩.૬૮ ટકા, યુપીએલ ૨.૭૯ ટકા, એસબીઆઈ  ૨.૫૭ ટકા, ઇન્ડસઇન્ડ બેક્ન ૨.૪૫ ટકાના વધારા સાથે બંધ થયા હતા.

નિફ્ટીમાં બ્રિટાનિયાનો શેર સૌથી વધુ ૧.૮૩ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. એ જ રીતે પાવરગ્રીડ, સિપ્લા, બીપીસીએલ અને એચડીએફસી બેંકના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.

(7:32 pm IST)