Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

યુપીમાં અતીક અહેમદના લખનૌના ઘરે STFનો દરોડો : મર્સિડીઝ-લેન્ડ ક્રૂઝર જપ્ત :ઘર પર બુલડોઝર ફેરવાયું

પાર્કિંગમાં ઉભી રહેલી અતીકની લક્ઝરી ગાડી કબજામાં લીધી ; ગેન્ગસ્ટર અતીક અહેમદના નજીકના અને ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપીની સંપત્તિ પર બુલડોઝર ફેરવ્યું

નવી દિલ્હી ; ઉમેશ પાલ હત્યાકાંડને લઇને પ્રયાગરાજ પોલીસની એક ટીમે માફિયા અતીક અહેમદના લખનઉં સ્થિત ઘરે રેડ કરી હતી. પ્રયાગરાજમાં ઘટના પછી શૂટરોના આ એપાર્ટમેન્ટમાં રોકાવાની વાત સામે આવી હતી. પોલીસે આ દરમિયાન પાર્કિંગમાં ઉભી રહેલી અતીકની લક્ઝરી ગાડી કબજામાં લઇ લીધી છે. બીજી તરફ પ્રયાગરાજમાં ગેન્ગસ્ટર અતીક અહેમદના નજીકના અને ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપીની સંપત્તિ પર બુલડોઝર ફેરવ્યું હતું.

 પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાના મુખ્ય આરોપી અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને બનાવવામાં આવ્યો છે. અસદની તપાસમાં અતીકના ઘરે તપાસ કરવામાં આવી હતી. પોલીસ તેના લખનઉંના યૂનિવર્સલ એપાર્ટમેન્ટમાં ઘરે પહોચી હતી અને માફિયા ડૉનના ફ્લેટમાં તાળુ લાગેલુ હતું. અહીથી લક્ઝરી ગાડી લેન્ડ ક્રૂઝર અને મર્સિડીઝને કબજામાં લીધી હતી.

રેડ દરમિયાન ફ્લેટની તપાસ કરવામાં આવી હતી અને એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા કોઇ મળ્યુ નહતુ. પરિસરમાં પોલીસે એક લેન્ડ ક્રૂઝર અને મર્સિડીઝ કાર જપ્ત કરી છે. પ્રયાગરાજ પોલીસે બન્ને કારને કબજામાં લઇને લખનઉં પોલીસના હવાલે કરી હતી. પ્રયાગરાજ પોલીસના ઇનપુટ પર લખનઉં પોલીસે પણ આરોપીની તપાસ શરૂ કરી છે.

  રાજૂ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના ગનર સંદીપ નિષાદની હત્યા કેસમાં પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કાર્યવાહી કરી છે. ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાકાંડના આરોપીની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવ્યુ હતુ. આરોપી હત્યાકાંડને અંજામ આપ્યા બાદ અહી છુપાયેલા હતા.

  બીજી તરફ સમાચાર છે કે હત્યાકાંડનો મુખ્ય આરોપી અને અતીક અહેમદનો ફરાર પુત્ર અસદ અહેમદ સરેન્ડરની ફિરાકમાં હતો. તે કૌશાંબી કોર્ટમાં સરેન્ડર કરી શકે છે.

(7:14 pm IST)