Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે 7 આતંકવાદીઓને ફટકારી ફાંસી: એકને આજીવન કેદ

તમામ આઠ આતંકવાદીઓ કોર્ટમાં હાજર ટ્રેન બ્લાસ્ટમાં કુલ 9 આતંકવાદીઓ સામેલ હતા આમાંથી એકનું એન્કાઉન્ટર

લખનઉની NIA કોર્ટે 2017ના ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં 7 દોષિતોને ફાંસીની સજા અને 1ને આજીવન કેદની સજા ફટકારી છે. આ નિર્ણય મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે આવ્યો હતો. તે સમયે તમામ આઠ આતંકવાદીઓ કોર્ટમાં હાજર હતા. ટ્રેન બ્લાસ્ટમાં કુલ 9 આતંકવાદીઓ સામેલ હતા. આમાંથી એકનું એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે.

 NIAએ કોર્ટમાં રજૂ કરેલા તેના અહેવાલમાં 9 આતંકવાદીઓ પર દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો, આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ, વિસ્ફોટકો અને હથિયારો એકત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેના પુરાવા પણ આપ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ લોકો ઝાકિર નાઈકના વીડિયો બતાવીને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરતા હતા.

આ કેસમાં 21 માર્ચ 2018ના રોજ આરોપ ઘડવામાં આવ્યા હતા. શુક્રવારે, 24 ફેબ્રુઆરીએ NIA કોર્ટના ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.

7 માર્ચ 2017ના રોજ, ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન (59320) શિડ્યૂલ મુજબ સવારે 6:25 વાગ્યે ભોપાલ સ્ટેશનથી નીકળી હતી. સમય સવારના 9:38નો થયો હશે. શાજાપુર જિલ્લાના કાલાપીપલ નજીક જાબરી રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેના કારણે તેમને ઈજા થઈ હતી. બ્લાસ્ટ સાંભળીને કેટલાક લોકોએ ચેન ખેંચીને ટ્રેન રોકી હતી.

ફાંસીની સજા: 1. મોહમ્મદ ફૈMલ, 2. ગૌસ મોહમ્મદ ખાન, 3. મોહમ્મદ અઝહર, 4. આતિફ મુઝફ્ફર, 5. મોહમ્મદ દાનિશ, 6. સૈયદ મીર હુસૈન, 7. આસિફ ઇકબાલ રોકી

આજીવન કેદ: મોહમ્મદ આતિફ ઈરાની

(7:12 pm IST)