Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કાયદા અને નિયમોનું પાલન કરે તમામ સંસ્થા: BBC ઓફિસ સર્વે મુદ્દો ઉઠાવતા જયશંકરે આપ્યો બ્રિટિશ વિદેશમંત્રીને જવાબ

જેમ્સ ક્લેવરલી G-20 સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા :ક્લેવરલી અને જયશંકર વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી

નવી દિલ્હી : : બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ એસ જયશંકર સામે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કંપની BBCની ઓફિસ પર આઇટી સર્વેનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન જયશંકરે બ્રિટિશન વિદેશ મંત્રીને જવાબ આપ્યો છે

 

  જયશંકરે ક્લેવરલીને સ્પષ્ટ રીતે કહ્યુ કે ભારતમાં કામ કરનારી તમામ સંસ્થાઓએ કાયદા અને નિયમોનું પુરી રીતે પાલન કરવુ જોઇએ. ક્લેવરલીએ એજન્સીને જણાવ્યુ કે તેમણે જયશંકર સામે આઇટી સર્વેનો મુદ્દો ઉઠાવ્યો હતો.

  જેમ્સ ક્લેવરલી G-20 સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. ક્લેવરલી અને જયશંકર વચ્ચે બુધવાર સવારે દ્વિપક્ષીય બેઠક મળી હતી. જયશંકરે કહ્યુ કે અમારી ગત ચર્ચા પછી અમારા સબંધમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી છે. ભારતીય વિદેશ મંત્રીએ જણાવ્યુ કે વિશેષ રીતે યંગ પ્રોફેશનલ સ્કીમની શરૂઆતની પ્રશંસા પણ કરી હતી.

 

મહત્વપૂર્ણ છે કે ગત મહિને બીબીસીના મુંબઇ અને દિલ્હી સ્થિત ઓફિસ પર આઇટી ટીમે તપાસ કરી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા સર્વેમાં ખબર પડી હતી કે ભારતમાં પોતાના સંચાલનના અનુરૂપ બીબીસીએ પોતાની આવક અને લાભનો ખુલાસો કર્યો નથી. તપાસમાં ખબર પડી હતી કે બીબીસીએ ટેક્સની યોગ્ય રીતે ચુકવણી કરી નહતી. આ દરમિયાન આઇટી ટીમે કર્મચારીઓના નિવેદન લીધા હતા અને પુરાવા ભેગા કર્યા હતા

  તાજેતરમાં બીબીસી પોતાની વિવાદિત ડૉક્યુમેન્ટરીને લઇને ચર્ચામાં રહ્યુ હતુ. આ ડૉક્યૂમેન્ટરી 2002 ગુજરાત રમખાણ પર આધારિત હતી. કેન્દ્ર સરકારે આ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. કેટલાક વિપક્ષી દળોએ સરકારના આ નિર્ણયની ટિકા પણ કરી હતી.

(6:33 pm IST)