Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

આંધ્ર પ્રદેશમાં બનશે 3000 ટેમ્પલ :રાજ્ય સરકાર દરેક ગામમાં બનાવશે એક મંદિર

મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીના આદેશ પર હિંદૂ ધર્મની રક્ષા અને પ્રચાર માટે આ પહેલની શરૂઆત કરાઈ

આંધ્ર પ્રદેશ સરકારે કહ્યુ કે તે દરેક ગામમાં એક મંદિર બનાવશે. નાયબ મુખ્યમંત્રી કોટ્ટૂ સત્યનારાયણે કહ્યુ કે મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીના આદેશ પર હિંદૂ ધર્મની રક્ષા અને પ્રચાર માટે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે.ચેરિટી વિભાગના પ્રભારી સત્યનારાયણે કહ્યુ, “મોટા પાયે નબળા વર્ગના વિસ્તારમાં હિન્દૂ મંદિરને બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટના મંદિરોના નિર્માણ માટે દરેક મંદિરને 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં 1,330 મંદિર બનાવવાની શરૂઆત સિવાય આ યાદીમાં અન્ય 1,465 મંદિર પણ જોડવામાં આવ્યા છે. આ રીતે કેટલાક ધારાસભ્યોના આગ્રહ પર 200 મંદિર બનાવવામાં આવશે.

 

સત્યનારાયણે કહ્યુ કે મંદિરોના નિર્માણ અન્ય સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ સત્યનારાયણ અનુસાર ચેરિટી વિભાગના નેજા હેઠળ 978 મંદિરોનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે જ્યારે દરેક 25 મંદિરોનું કામ એક આસિસ્ટન્ટ એન્જિનિયરને સોંપવામાં આવ્યું છે.

 

કેટલાક મંદિરના પુનનિર્માણ અને મંદિરોમાં અનુષ્ઠાન માટે 270 કરોડ રૂપિયાની રકમમાંથી 238 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રીતે નાણાકીય વર્ષમાં દરેક મંદિર 5,000 રૂપિયાના દરથી અનુષ્ઠાનના નાણાપોષણ માટે નિર્ધારિત 28 કરોડમાંથી 15 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

સત્યનારાયણે કહ્યુ, “”ધૂપ દીપ યોજના હેઠળ, 2019માં 1561 મંદિરોની નોંધણી કરવામાં આવી હતી, હવે તેમની સંખ્યા વધીને 5,000 થઈ ગઈ છે.” તેમણે દાવો કર્યો કે આ સંદર્ભમાં ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમજ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.”

   
(6:29 pm IST)