Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બદામ, કિસમીસ, અંગુર, અખરોટ તથા મેથીને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવાથી અનેક ફાયદા

પલાળેલા અખરોટ ખાવાથી મગજ સતેજ થાય અને યાદશક્‍તિમાં વધારો થાય

નવી દિલ્‍હીઃ ઘણી એવી વસ્તુઓ છે જેને તમે કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકો છો. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને કાચી ખાવાને બદલે જો તમે પલાળીને ખાવ છો તો તે નથી તેના પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે અને શરીરને વધારે લાભ કરે છે. જો તમે આ વસ્તુઓને પલાળીને ખાવ છો તો તેનાથી તમારી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. સાથે જ આ વસ્તુઓ પલાળીને ખાવાથી પાચનમાં સરળતા રહે છે. આ વસ્તુઓને હંમેશા પલાળીને જ ખાવી જોઈએ તેનાથી વધારે લાભ થાય છે.

બદામ

રોજ સવારે પલાળેલા બદામ ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા પણ દૂર થાય છે. તેથી બદામને કાચી ખાવાને બદલે પલાળીને ખાવી જોઈએ.

મેથી

મેથીના દાણાને પણ રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પલાળેલી મેથી રામબાણ સાબિત થાય છે.

કિસમિસ

કિસમિસમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. જો તમારા શરીરમાં રક્તની ઉણપ હોય તો પલાળેલી કિસમિસ ખાવાનું શરૂ કરો તેનાથી ઝડપથી આયરન વધે છે.

અંજીર

અંજીર પણ રોજ પલાળીને ખાવું જોઈએ તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમકે કબજિયાત એસિડિટી વગેરેથી છુટકારો મળે છે. તેથી અંજીરને કાચું ખાવાને બદલે રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું.

અખરોટ

જો રોજ તમે પલાળેલા અખરોટનું સેવન કરો છો તો તેનાથી તમારું મગજ તેજ રહે છે અને યાદ શક્તિ સુધરે છે. ખાસ કરીને પલાળેલા અખરોટ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

(6:19 pm IST)