Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બાબાજી કા ઠુલ્લુ ડિશની કિંમત ૩૫૦ રૂપિયા

આ યુનિક મેનુ-કાર્ડ ભારે વાઇરલ થઈ રહ્યું છે

મુંબઇ, તા.૧: ઇન્‍ડિયન રેસ્‍ટોરાં ટેસ્‍ટી વાનગીઓ માટે જાણીતી છે. જોકે મોટા ભાગના લોકો મેનુ જોઈને કન્‍ફયુઝ થઈ જાય છે કે ઑર્ડર શું કરવું. જોકે આવા લોકો માટે એક રેસ્‍ટોરાંએ ખાસ મેનુ-કાર્ડ બનાવ્‍યું છે, જેનાથી ફૂડ લવર્સનું તમામ કન્‍ફયુઝન દૂર થઈ જશે. આ યુનિક મેનુ-કાર્ડ ભારે વાઇરલ થઈ રહ્યું છે.

ઇન્‍સ્‍ટાગ્રામ પર ધ ઇન્‍ડિયન સાર્કઝમ અકાઉન્‍ટ પરથી એક વિડિયો શૅર કરવામાં આવ્‍યો છે, જેમાં કન્‍ફયુઝ્‍ડ કસ્‍ટમર્સ માટે મેનુમાં એક સ્‍પેશ્‍યલ કૅટેગરી છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે રેસ્‍ટોરાંના માલિકે અનેક કૅટેગરી રાખી છે. આવી જ એક કૅટેગરીમાં કેટલીક ડિશ અને એના ભાવ લખવામાં આવ્‍યા છે. એ મુજબ આ કૅટેગરીમાં ‘કુછ નહીં', ‘કુછ ભી', ‘એઝ યુ વિશ', ‘નહીં તુમ બોલો', ‘નહીં નહીં તુમ બોલો' અને ‘બાબાજી કા ઠુલ્લુ' જેવી ડિશ જોવા મળે છે. જેની કિંમત ૨૨૦ રૂપિયાથી લઈને ૩૫૦ રૂપિયા સુધીની છે. સૌથી વધુ કિંમત બાબાજી કા ઠુલ્લુ ડિશની કિંમત ૩૫૦ રૂપિયા છે.

આ વિડિયોને એક દિવસ પહેલાં શૅર કરવામાં આવ્‍યો હતો અને જોતજોતામાં એ વાઇરલ થઈ ગયો હતો. અત્‍યાર સુધી એને સાડાસાત લાખથી વધારે વ્‍યુઝ અને ૨૨૫૦૦થી વધારે લાઇક્‍સ મળી ચૂકયાં છે.

 

(5:15 pm IST)