Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જાપાનની ટ્‍વિન્‍સ બહેનોની હાઇટમાં અઢી ફુટનો તફાવતઃ બન્‍યો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ

ટોકીયો, તા.૧: ટ્‍વિન્‍સ હોવું સ્‍પેશ્‍યલ છે, પરંતુ જપાનની આ ટ્‍વિન્‍સ સિસ્‍ટર વચ્‍ચે ઊંચાઈનો તફાવત તેમને અનોખી બનાવે છે. ઓકાયામાં રહેતી બે બહેનો યોશી અને મિચી કિકુચી વચ્‍ચે ૭૫ સેન્‍ટિમીટર  (બે ફુટ ૫.૫ ઇંચ)નું અંતર છે. તેમણે ટ્‍વિન્‍સ છતાં ઊંચાઈ માટેના આવા અંતર માટે ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ્‍સમાં સ્‍થાન મેળવ્‍યું છે. યોશીની ઊંચાઈ ૫ ફુટ ૪ ઇંચ અને મિચીની ઊંચાઈ ૨ ફુટ ૧૦.૫ ઇંચ છે. આ બહેનોનો જન્‍મ ૧૯૮૯ની ૧૫ ઑક્‍ટોબરે થયો હતો. મિચીને જન્‍મજાત સ્‍પાઇનલ એપિફિસિયલ ડિસ્‍પ્‍લેસિયા હતો, જેને કારણે તેનાં હાડકાંને વિકાસ થયો નહોતો. મિચી પોતાના પેરન્‍ટ સાથે જ રહે છે. તેના પપ્‍પા એક મંદિરના પૂજારી છે અને તે પપ્‍પાને મંદિરના સંચાલનમાં મદદ કરે છે. યોશી પેરન્‍ટ સાથે નથી રહેતી અને માતા બની ચૂકી છે. મિશી અંતર્મુખી છે, કારણ કે તેને પોતાના દેખાવને લઈને ભારે અસુરક્ષાની લાગણી થતી હતી, પરંતુ જ્‍યારથી તેને સૌથી નાનો માણસ ગણાતા ચંદ્રા બહાદુર ડાંગી વિશે ખબર પડી ત્‍યારથી તેની માનસિકતામાં સુધારો થયો છે. મિશી અને તેની બહેન વચ્‍ચેનો તફાવત તેમને અલગ બનાવે છે. રેકૉર્ડની ઘોષણા કરતાં પહેલાં ગિનેસ રેકૉર્ડના ડૉક્‍ટરોએ દિવસમાં ત્રણ વખત આ બન્ને બહેનોની ઊંચાઈ માપી હતી. મિશીને ઘણી વખત પોતાના હાથ ધોવામાં ઘણી તકલીફ પડે છે, કારણ કે નળ બહુ ઊંચાઈએ છે. વળી કોઈ વાત કરે છે ત્‍યારે ઘણી વખત તેઓ શું બોલે છે એ સ્‍પષ્ટ રીતે સંભળાતું નથી

 

(4:12 pm IST)