Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શાળાના વિદ્યાર્થીઓ ફોનની આદતથી હેરાન પરેશાન

કોરોના કાળમાં ઓનલાઇન કલાસના કારણે સ્‍માર્ટ ફોન પર કરવો પડ્‍યો ભારે : ડોકટરો પાસે આવી રહ્યા છે કેસ : બાળકોને રોક ટોક નથી આવતી પસંદ

નવી દિલ્‍હી તા. ૧ : કોરોના કાળમાં લોકડાઉન દરમ્‍યાનમજબૂરીમાં ઓનલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સ્‍માર્ટ ફોનહવે વિદ્યાર્થીઓ અને અભીભાવકોપર ભારે પડી રહ્યું છે. મોબાઈલ ફોનની ટેવથી ૧૦માં -૧૨માં બોર્ડના વિદ્યાર્થીઓ પણપરેશાન છે. હવે જયારેબોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે ત્‍યારે આ પ્રકારના મનોચિકિત્‍સકોની પાસે પહોંચી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં એવા અંદાજે ૫૦ વિદ્યાર્થી પહોંચી ચુક્‍યા છે. દર સપ્તાહે ૮-૧૦ વિદ્યાર્થી મનોચિકિત્‍સોપાસે પહોંચી રહ્યા છે.

અમદાવાદનામનોચિકિત્‍સક ડોક્‍ટરના જણાવ્‍યા મુજબ, કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો ભરોસો મોબાઈલ ફોન પર એટલી હદે વધી ગયો છે કે તેઓ સંપૂર્ણ અભ્‍યાસ તેના દ્વારા કરવા માંગે છે.ઓનલાઇન અભ્‍યાસ માટે મળેલા મોબાઈલમાં ક્‍યારે ગેમ રમવાની આદત પડી ગઈ તેને પણ ખબર ના પડી. હવે જયારે માતા પિતા તેને સ્‍કૂલે જવા અથવા ઓફલાઈન અભ્‍યાસ માટે કહે છે તો તેને ખોટું લાગે છે. આ શ્રેણીના બાળકોના અનેક કેસ સામે આવી રહ્યા છે. તેમાં બોર્ડનાપરીક્ષાર્થી પણ સામેલ છે.

સીબીએસઈના૧૨માં ધોરણ એક વિદ્યાર્થીને ૯૧ ટકા થી ક્‍યારેય ઓછા ટકા નથી આવ્‍યા તેને હવે છેલ્લા પાંચ મહિનાથી મોબાઈલ ન મળવાથી તેના માતા પિતા સાથે ઝગડો કરી રહી છે અને ઘરે થી પણ ભાગી ગઈ તેની સારવાર મનોચિકિત્‍સક પાસે ચાલી રહી છે. આ જ રીતે એક વિસ્‍યર્થીનેરાતે નીંદર નથી આવતી અને માથાનો દુખાવો અને નકારાત્‍મક વિચારથી હેરાન પરેશાન છે ૨૦ દિવસમાં પાંચ થી છ ડોક્‍ટરોપાસે સારવાર ચાલી રહી છે.

ત્રીજા કેસમાં ૧૨માં ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીદિવાળીથી શાળાએ નથી ગયો. મોબાઈલ પર જ અભ્‍યાસ કરવા ઈચ્‍છે છે. સ્‍કૂલ જવા માટે કહેવા પર માતા પિતા સાથે ઝગડો કરે છે. ટ્‍યૂશનપણ નથી જઈ રહ્યો તેની સારવાર મનોચિકિત્‍સક પાસે ચાલી રહી છે

(4:06 pm IST)