Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ટ્રાફિક પોલીસ ચલણની સાથે વાહનનો કશે ઓન ધ સ્‍પોટ વીમો

કેન્‍દ્ર સરકાર મોટર વાહન વીમા નિયમોમાં મોટા બદલાવની તૈયારીમાં : વાહનોનાᅠફાસ્‍ટેગ એકાઉન્‍ટમાંથી કાપશે વીમા પ્રીમિયમની રકમᅠ : વાહન એપથી વ્‍હીકલની જાણકારી મેળવશે : થર્ડ પાર્ટી વીમામાં થશે ફેરફાર

નવી દિલ્‍હી તા. ૧ : દેશમાં હાઇવે પર ચાલતા ૫૦ ટકા વાહન થર્ડ પાર્ટી વીમા વગર ચાલે છે. હવે કેન્‍દ્ર વીમા વગરના આ વાહનોના ઓન-સ્‍પોટ વીમો કરવાની તૈયારી કરી રહ્યા છે. કેન્‍દ્રની યોજનાના જણાવ્‍યા મુજબ, ટ્રાફિક પોલીસ જયારેᅠવીમા વગરના વાહન પકડશેતોᅠતેના ચલણની સાથે વાહનોને ઓન ધ સ્‍પોટ થર્ડ પાર્ટી વીમો પણ કરવામાં આવશે. વીમાપ્રીમિયમᅠરકમ વાહન માલિકના ફાસ્‍ટ ટેગ ખાતાથી કાપવામાં આવશે.

સરકાર એવી વ્‍યવસ્‍થા કરી રહી છે કે જેના હેઠળ પોલીસ અને પરિવહન વિભાગનાᅠઅધિકારીઓ એક હેન્‍ડ હેલ્‍ડ ડિવાઇઝથી રાજમાર્ગના મંત્રાલયના વાહન એપનીᅠમદદથી વાહનની સંપૂર્ણ જાણકારી મેળવશે. વાહનનો વીમો નથી થયો તો તત્‍કાલ પરિવહન વિભાગનાᅠનેટવર્ક સાથે જોડાયેલા સામાન્‍ય વીમાકર્તાઓની પોલિસી ખરીદવાનો વિકલ્‍પ મળશે.

ઓન ધ સ્‍પોટ મોટર વીમા પોલિસીઓનᅠપ્રીમિયમની તત્‍કાલ ચુકવણી માટે બેંકોનીᅠસાથે સાથે વીમા કંપનીઓને પણ ફાસ્‍ટટેગᅠપ્‍લેટફોર્મ પર લાવી શકાય છે. જેથી ફાસ્‍ટટેગના બેલેન્‍સથી વીમા પ્રીમિયમ કાપી શકાય. જનરલ ઇન્‍શયોરન્‍સᅠકંપનીનાᅠઅધિકારીએ કહ્યું કે કાઉન્‍સિલની બેઠકમાં સ્‍પોટ ઇનસ્‍યોરન્‍સᅠ પર પણ ચર્ચા કરવામાં આવી છે. હવે તેના માટે ભલામણો તૈયાર કરવામાં આવી રહી છે. ૧૭ માર્ચની બેઠકમાં તેના પાર ચર્ચા કરવામાં આવશે.

(1:43 pm IST)