Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ફેબ્રુઆરીમાં ગરમીએ તોડ્‍યો ૧૨૨ વર્ષનો રેકોર્ડઃ ૩ મહિના પડશે કાળઝાળ ગરમી

દેશના કેટલાય વિસ્‍તારોમાં તાપમાનમાં છેલ્લા કેટલાય વર્ષોની સરખામણીમાં વધારે રહેવા અને લૂ લપેટ રહેવાની આશંકા છે

નવી દિલ્‍હી, તા.૧: ભારતીય હવામાન વિભાગે જણાવ્‍યું છે કે, ગત ૧૨૨ વર્ષોમાં આ વખતે ફેબ્રુઆરી મહિનો સૌથી વધારે ગરમ રહ્યો. આ દરમિયાન દિવસનું સરેરાશ તાપમાન ૧.૭૩ ડિગ્રી સેલ્‍સિયસ વધારે રહ્યું. આ અગાઉ ફેબ્રુઆરીમાં તાપમાન ૧૯૦૧માં રેકોર્ડ નોંધાયું હતું. જ્‍યારે સરેરાશ તાપમાન સામાન્‍યથી ૦.૮૧ ડિગ્રી સેલ્‍સિયસ વધારે રહ્યું હતું. મૌસમ વિભાગના નિષ્‍ણાંતોનું કહેવું છે કે, આગવાનારા ૩ મહિનામાં ગરમીથી લોકો હેરાન થઈ જશે. ૧ માર્ચમથી હવામાન વિભાગે સમગ્ર દેશમાં હીટવેવ માટે કલર કોડવાળી ચેતવણી જાહેર કરી દેશે.

દેશના કેટલાય વિસ્‍તારોમાં તાપમાનમાં છેલ્લા કેટલાય વર્ષોની સરખામણીમાં વધારે રહેવા અને લૂ લપેટના રહેવાની આશંકા છે. દિવસનું તાપમાન સામાન્‍યથી વધારે રહેવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. મૌસમ વિભાગના એક્‍સપર્ટનું કહેવું છે કે, ઉત્તરી-પૂર્વી, પૂર્વી અને મધ્‍ય ભારતની સાથે નોર્ટ વેસ્‍ટ રીઝનમાં માર્ચથી તાપમાન સરેરાશની તુલનામાં વધારે રહેશે. ભારતમાં આગામી ૩ મહિનામાં ગરમીના કારણે જનજીવન પર અસર પડશે. દેશના કેટલાય ભાગમાં સરેરાશ ખાસ કરીને દક્ષિણ ભારત, મધ્‍ય ભારતના અમુક ભાગ અને પશ્‍ચિમ ભારત અને ઉત્તર ભારતના કેટલાય વિસ્‍તારોમાં હીટવેવની અસર વર્તાશે.

હવામાન નિષ્‍ણાંતોના જણાવ્‍યા અનુસાર, આ વખતે ગરમીની અસર માર્ચથી જ જોવા મળશે. અમુક વર્ષ પહેલા સુધી માર્ચમાં હોળી બાદ પણ ઠંડીની અસર દેખાતી હતી, પણ આ વખતે મામલો ઉલ્‍ટો સાબિત થશે. દક્ષિણ-પશ્‍ચિમ મધ્‍ય પ્રદેશ, દક્ષિણ-પશ્‍ચિમ રાજસ્‍થાન, ઓડિશા, તેલંગણા અને તમિલનાડૂના અમુક ભાગ તથા ગુજરાત, મહારાષ્‍ટ્ર અને કેરલના મોટા ભાગના વિસ્‍તારમાં મહતમ તાપમાન ૩૫-૩૭ ડિગ્રી સેલ્‍સિયસ વચ્‍ચે રહેશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્‍હી, યૂપી અને રાજસ્‍થાનના કેટલાય ભાગોમાં તાપમાન ૩૦-૩૨ ડિગ્રી સેલ્‍સિયસ રહેવાની સંભાવના છે.

આવનારા ૩ મહિનાની અંદર બાળી નાખતી ગરમી રાતના સમયે પણ રહેવાની સંભાવના છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડૂ અને કેરલના અમુક ભાગોમાં ભીષણ ગરમી રહેવાની આશંકા છે. તો વળી ગુજરાત, મહારાષ્‍ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્‍થાનમાં લૂ અને રાતનું તાપમાન વધારે રહી શકે છે.

(12:21 pm IST)