Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોબાઈલના ટેરિફ પ્‍લાન ફરી મોંઘા થશે : સામાન્‍ય માણસને વધુ એક ઝટકો

છેલ્લા ત્રણ વર્ષમાં મોબાઈલ રિચાર્જનાં ભાવમાં ૩૪૦ ટકાનો વધારો

નવી દિલ્‍હી તા. ૧ : આવનારા દિવસોમાં મોબાઈલ રિચાર્જ કરાવાનુંવધુ મોંઘુ થઇ શકે છે. દેશની બીજી સુધી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ આ વર્ષના મધ્‍યમાં મોબાઈલ ટેરિફ વધવાનું એલાન કરશે.ᅠᅠ મોબાઈલ ટેરિફ વધારવાનો સંકેત ભારતી એન્‍ટરપ્રાઈઝના ચેરમેન સુનિલ ભારતી મિત્તલેઆપ્‍યા છે. મિત્તલે વર્લ્‍ડ મોબાઈલ કોંગ્રેસમાં કહ્યું કે વોડાફોન-આઈડિયાનીજે સ્‍થિતિ છે એવામાં દેશ વધુ એક વોડાફોન-આઈડિયા જેવી સ્‍થિતિનેસહન કરી શકે નહીં. તેઓએ કહ્યું કે સર્લર અને રેગ્‍યુલેટર્સઆ સ્‍થિતિથી સંપૂર્ણ રીતે વાકેફ છે. અમારે એવી મજબૂત ટેલિકોમ કંપનીઓની જરૂરિયાત છે. જે નવી ટેક્‍નોલોજીમાં રોકાણ કરી શકે.

ગ્રામીણ વિસ્‍તારોમાં શાનદાર કવરેજ આપી શકાય. સુનિલ ભારતી મિત્તલે કહ્યું કે આ વર્ષના મધ્‍યમાં મોબાઈલ ટેરિફ વધારવાના એંધાણ છે. એરટેલે હાલમાં ૮ સર્કિલ્‍સમાંએન્‍ટ્રી લેવલ પેકને ૯૯ રૂપિયાથી વધીને૧૫૫ રૂપિયા કરી દેવામાઆવ્‍યું હતું. એન્‍ટ્રી લેવલ મોબાઈલ ટેરિફના રેટ સતત વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં એન્‍ટ્રી લેવલ મોબાઈલ ટેરિફ ૩૪૦ ટકાથી વધુ વધી ગયા છે. જયાંડિસેમ્‍બર ૨૦૧૯માં સામાન્‍ય ગ્રાહકોને સૌથી ઓછા ટેરીફના રૂપમાં ૩૫ રૂપિયાનું પેમેન્‍ટ કરવાનું હતું બીજી બાજુ તેને હવે ૧૫૫ રૂપિયાનું પેમેન્‍ટ કરવાનું હોય છે. બીજી બાજુ ૧૯૯ રૂપિયા વાળા રિચાર્જ ડિસેમ્‍બર ૨૦૧૯માં ૨૪૯ રૂપિયા અને હવે ૨૯૯ રૂપિયાનું થયું છે.

(11:55 am IST)