Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વાયરલ બેકટેરીયાને કારણે ઘેર-ઘેર શરદી-ખાંસી-સી-તાવનાં કેસ

કોરોના કાળ બાદ ઋતુજન્‍ય બિમારીનો હલ્લાબોલ : હવામાં ભેજ વધતા ઇન્‍ફેકશનને કારણે બિમારી વધી : વળી ઇમ્‍યુનીટી ઘટતા રોગનું આધિપત્‍ય વધ્‍યું : દિવસે ગરમી-રાતે ઠંડીના માહોલને કારણે સમસ્‍યા વકરી : મીઠુ નાખી ગરમ પાણીના કોગળા કરવા હિતાવહ

નવી દિલ્‍હી, તા.૧: દિવસે ગરમી અને રાતે ઠંડીનો માહોલ લાંબો ચાલતો ઋતુજન્‍ય બિમારીએ માથુ ઉંચકયુ છે અને ઘેરઘેર તાવ-શરદી-ઉધરસ -કળતરના કેસ જોવા મળી રહ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. લોકોની ઇમ્‍યુનીટી ઘટતા આ બિમારીઓએ માથું ઉંચકચુ છે.

દિવસે ગરમી અને રાતે ઠંડીનો બેવડી ઋતુનો માહોલ લાંબો સમય જારી રહેવા સાથે પ્રદુષણની માત્રા વધતા આ વર્ષે વાયરલ ઇન્‍ફેકશનના કેસમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો છે. તદુપરાંત પાણીજન્‍ય રોગચાળો વકરતા ઝાડા-ઉલ્‍ટી સહિત કમળો - ટાઇફોઇડનો વાવર પણ વકર્યો છે.

કોરોનાકાળમાં નાગરિકોએ ઇમ્‍યુનિટી બૂસ્‍ટરનો રોજીંદા ઉપયોગ કરવા સાથે માસ્‍ક પહેરવાનું જારી રાખ્‍યુ હતુ જેને પગલે વાયરલ ઇન્‍ફેકશનના કેસ ઘટવા પામ્‍યા હતા. તદુપરાંત લોકડાઉનને કારણે નાગરિકો ઘરની ચાર દિવાલ વચ્‍ચે ગોંધાઇ રહ્યા હતા. જેથી રસ્‍તા પર વાહનોની ઘડેડાટી ઘટતા પ્રદૂષણ પણ ઓછું રહ્યુ હતું. આ વર્ષે પરિસ્‍થિતી સામાન્‍ય બનતા લગ્નસરાની ધૂમ મચવા સાથે બહારના ફુડ ખાવાનો ચસ્‍કો વધવા પામ્‍યો છે.

(11:21 am IST)