Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રિલાયન્‍સ જીઓ વિશ્વમાં બીજા નંબરની મજબૂત બ્રાન્‍ડ

ગયા વર્ષે પાંચમા નંબર પર હતી

નવી દિલ્‍હી તા. ૧ : વિશ્વમાં ટોચની ૧૦ મજબૂત ટેલીકોમ બ્રાન્‍ડમાં રિલાયન્‍સ જીઓ બીજા નંબર પર પહોંચી ગઇ છે. ગયા વર્ષે તે પાંચમાં નંબર પર હતી. આ લીસ્‍ટ યુકેની બ્રાન્‍ડ ફાઇનાન્‍સ દ્વારા તૈયાર કરાયું છે. બ્રાન્‍ડ ફાઇનાન્‍સ એક અગ્રેસર વેલ્‍યુએશન કંપની છે. કંપનીના તાજેતરના વૈશ્વિર રિપોર્ટમાં તેણે વિશ્વની ૧૫૦ મોટી ટેલીકોમ કંપનીઓનું ૨૦૨૩ના વર્ષ માટે વેલ્‍યુએશન કર્યું છે.

આ નંબર તેણે બ્રાન્‍ડ સ્‍ટ્રેન્‍ગ્‍થ ઇન્‍ડેક્ષ સકોરના આધારે આપ્‍યા છે. જેમાં બજારમાં રોકાણ, શેર હોલ્‍ડરોની ઇકવીટી અને બીઝનેસ પર્ફોર્મન્‍સ જેવા માપદંડો જોવામાં આવે છે.

સ્‍કોરના આધારે રિલાયન્‍સ જીઓ હવે ફકત સ્‍વીસ કોમ બ્રાન્‍ડથી જ પાછળ છે અને તે એરીસલાટ, એમટીસી અને સીંગટેલની આગળ છે. ગયા વર્ષે તે પાંચમાં નંબરે હતી અને તે એટીસલાટ, સ્‍વીસકોમ, પીએલડીટી અને એમટીએનથી પાછળ હતી. ૨૦૨૧માં જીઓ પ્રથમ નંબર પહોંચી ગઇ હતી પણ ૨૦૨૨માં તેણે તે સ્‍થાન ગુમાવ્‍યું હતું.

૨૦૨૩માં કંપનીની બ્રાન્‍ડવેલ્‍યુ ઝડપથી વધીને ૫.૪ બીલીયન ડોલર થઇ હતી જે આગલા વર્ષ કરતા ૬ ટકા વધારે છે. આના લીધે જીઓને મોસ્‍ટ વેલ્‍યુએબલ ટેલીકોમ બ્રાન્‍ડની યાદીમાં ૨૦૨૨ના ૩૨માં નંબર પરથી ૨૦૨૩માં ૨૭માં નંબર પર પહોંચવામાં મદદ મળી હતી. જો કે આ યાદીમાં જીઓ હજુ પણ ભારતી એરટેલ કરતા પાછળ છે જેનો નંબર ૨૧મો છે

(11:22 am IST)